ભાભર તાલુકાના લુણસીલા ગામે આવેલા લાધારામબાપુના મંદિરની બાજુમાં વર્ષો પહેલા સદારામ બાપુના હયાતીમાં બાપુના મંદિરનું નિર્માણ કરાયું હતું..જેમાં બાપુ ની હાજરીમાં જે તે સમયે ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે સદારામ બાપુ ત્રણ વર્ષ અગાઉ બ્રહ્મલીન થયા બાદ ઠાકોર સમાજ દ્વારા લુણસીલા ખાતે સદારામ બાપુના મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં બાપુની પ્રતિષ્ઠા થાય તેના પહેલા લોકોને વ્યસન છોડવામાં આવે તેવો ઠાકોર સમાજે સંકલ્પ લીધો…

ભાભર તાલુકાના લુણસીલા ગામે વર્ષો પહેલા લાધારામ બાપુ અગ્નિસ્નાન કરી સતીયા થયા હતા. ત્યારે ત્યાં લુણસીલા ખાતે દર અગિયારસના દિવસે મોટી સંખ્યામાં લોકો બાપુના દર્શને આવતા હોય છે. લાધારામ બાપુના મંદિરની બાજુમાં સદારામ બાપુની હયાતીમાં સદારામ બાપુના મંદિરનું ઠાકોર સમાજ દ્વારા નિર્માણ કરાયું હતું.

જ્યારે સદારામ બાપુની હાજરીમાં જ ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે સદારામ બાપુ ત્રણ વર્ષ અગાઉ બ્રહ્મલીન થયા બાદ લુણસીલા ખાતે ઠાકોરસમાજ દ્વારા સદારામ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અતિ મહત્વનો ઠાકોર સમાજે નિર્ણય સંકલ્પ લીધો છે કે સદારામ બાપુની સાચી મૂર્તિની પ્રતિષ્ઠા જ્યારે દરેક ગામડાઓ માં લોકોને વ્યસન મુક્ત કરીએ ત્યારે કહેવાય. જેને લઈને ઠાકોર સમાજના આગેવાનોએ ઠાકોર સમાજના ચાર ધારાસભ્યની હાજરીમાં સંકલ્પ લીધો હતો.

5,000 થી વધુ લોકો વ્યસન મુક્ત નહીં બને ત્યાં સુધી પ્રતિષ્ઠા મહોત્સવ નહીં કરીએ. જોકે ઠાકોર સમાજના વ્યસન મુક્તિના સંકલ્પ બાદ ઠાકોર સમાજના આગેવાનો અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ગામડાઓમાં જઈને મહિલાઓને યુવાનોને વ્યસન મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે..

