સંત શિરોમણી બજરંગદાસબાપાની ૪૬મી નિર્વાણ તિથિની બગદાણા ખાતે ધામધૂમથી ઉજવણી કરાવામાં આવી ..દુનિયાના ખૂણે ખૂણે વસતાં લાખો-કરોડો લોકોનાં હૃદયસ્થ એવાં સંત શિરોમણી બજરંગદાસ બાપાની ૪૯મી નિર્વાણ તિથિની તિર્થરાજ બગદાણા ધામ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.. મોટી સંખ્યામાં ગુરૂ ભકતો દેશ-દુનિયાના ખૂણે ખૂણેથી બગદાણા આવી પોહચ્યા હતા. સંત-સુરા અને દાતારની ધરા એટલે સૌરાષ્ટ્ર-કાઠીયાવાડની ભૂમિ કે જયાં અનેક સંતો-મહંતો ઓલીયાઓએ અવતાર ધારણ કરી સેંકડો દિનદુઃખીઓના દુખ-દર્દ દૂર કર્યાં હતા. એવાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામને પોતાની તપો-કર્મોભૂમિ બનાવી બાપાએ અવતાર કાર્ય પૂર્ણ કર્યું હતુ..બે મહિના પૂર્વેથી આ તિથિને લઈને આશ્રમ ખાતે બાપાનું વિશેષ પૂજન તૈયારીઓ ચાલી રહી હતી. બગદાણા નગરયાત્રા સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા..દર વર્ષે ગુરૂ પૂનમ અને “બાપા સિતારામ’ ના ગગનભેદી નાદ પૂ.બાપાની નિર્વાણ તિથિની ભારે ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

