31 C
Ahmedabad
Monday, March 2, 2026

માલપુર તાલુકાના તમામ ટીબી રોગના દર્દીઓને દત્તક લઈને ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું


દેશને ટીબી મુક્ત બનાવવાં માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે .જે અંતર્ગત  માલપુર તાલુકામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવારની સાથે સારું પોષણ મળી રહે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા.લિ. રહિયોલના સહયોગથી માલપુર તાલુકાના તમામ ટીબી રોગના દર્દીઓને દતક લઈને ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ તમામ ટીબીના દર્દીઓને જ્યાં સુધી ટીબીની સારવાર હેઠળ હોય ત્યાં સુધી પોષણ કીટ આપવામાં આવશે.

માં પ્રા આ કેન્દ્ર સાતરડા ખાતે 30 દર્દીઓ, સા.આ. કેન્દ્ર માલપુર ખાતે 02 દર્દીઓ,પ્રા.આ. કેન્દ્ર જીતપુર ખાતે 26 દર્દીઓને અને પ્રા.આ.કેન્દ્ર રંભોડા ખાતે 22 દર્દીઓ એમ કુલ 80 દર્દીઓને પોષણ કીટ પુરી પાડવામાં આવી .પો

કીટ વિતરણ કાર્યક્રમ કલેકટર અરવલ્લી  અને જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જીલ્લા અધિકારીની રાહબરી હેઠળ અને જિલ્લા ક્ષય અધિકારીના સહયોગથી કરવામાં આવ્યો.. જેમાં જિલ્લા ક્ષય અધિકારી સાહેબ , ગોપાલ કંપનીના મેનેજર કલ્પેશભાઈ પારેખ ,તાલુકા હેલ્થ ઓફિસર માલપુર, મેડીકલ ઓફિસર જીલ્લા ક્ષય કેન્દ્ર મોડાસા, તમામ પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફીસર આરોગ્ય કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -