વલસાડની ઇજનેરી અને ડીગ્રી કોલેજમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ અતુલ નજીક પાર નદીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા ગયા હતા.જે બાદ 6 વિદ્યાર્થીઓ પાર નદી ઉપર બાંધેલા બોરી બંધ ઉપર પાણીમાં પગ બોળી બેઠા હતા.જે પૈકી એક વિદ્યાર્થીનો બોરી બંધ ઉપરથી પગ સ્લીપ થતા નદીના પાણીમાં પડ્યો હતો. જેને બચાવવા અન્ય 2 વિદ્યાર્થીઓ પણ પડી ગયા હતા. જેમાં 2ના મોત થતા અરેરાટી મચી ગઇ છે.

ઘટનામાં નદી કિનારે ઉભેલા 3 વિદ્યાર્થીઓ પણ બચાવવા દોડ્યા હતા.આજુબાજુના સ્થાનિક લોકોની મદદ માંગી હતી. સ્થાનિક લોકોએ ચંદ્રપૂરના તરવૈયાઓની મદદ માંગી હતી. ચંદ્રપુરના તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ડૂબેલા વિદ્યાર્થીઓની બચાવ કામગીરી હાથ ધરી હતી.ચંદ્રપુરના તરવૈયાઓએ ડૂબેલા 2 વિદ્યાર્થીઓના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતાં.

ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડૂબેલા વિદ્યાર્થીઓના મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ.જ્યારે મૃતક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

