યુક્રેન અને રશિયા યુદ્ધ અંગે હવે પોપ ફ્રાન્સિસનું નિવેદન સામે આવ્યું છે.મીડિયા અહેવાલ મુજબ,પોપ ફ્રાન્સિસે સોમવારે કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધ જ્યાં નાગરિક વિસ્તારોને આડેધડ વિનાશ બનાવવામાં આવે છે ‘ભગવાન અને માનવતા વિરુદ્ધ ગુનો’ છે.
રિપોર્ટ મુજબ, પોપ ફ્રાન્સિસે વેટિકન માટે માન્યતા પ્રાપ્ત રાજદ્વારીઓ માટેના તેમના વાર્ષિક ભાષણમાં ટિપ્પણી કરી હતી. ફ્રાન્સિસે યુક્રેનમાં યુદ્ધ,તેમાં મૃત્યુ અને વિનાશના પગલે, નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓ સાથે ગોળીબાર અને હિંસાના કૃત્યો, ભૂખમરો, ઠંડીથી જીવ ગુમાવતા લોકો અંગે વાત કરી હતી.ત્યારબાદ તેમણે તરત જ વેટિકન બંધારણમાંથી ટાંકીને કહ્યું હતું કે,શહેરો,તેમના રહેવાસીઓના અંધાધૂંધ વિનાશ માટે નિર્દેશિત યુદ્ધની દરેક ક્રિયા એ ભગવાન અને માનવતા વિરુદ્ધ ગુનો છે અને જે નિશ્ચિત અને સ્પષ્ટ નિંદાને પાત્ર છે.
આ ઉપરાંત, 1962માં ક્યુબાની મિસાઈલ કટોકટીનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે, દુઃખની વાત છે કે, આજે પણ પરમાણુ ખતરો ઊભો થયો છે અને વિશ્વ ફરી એકવાર ભય અને વ્યથા અનુભવે છે. તેમણે પરમાણુ શસ્ત્રો પર સંપૂર્ણ પ્રતિબંધ માટે તેમની અપીલને પુનરાવર્તિત કરી, કહ્યું કે પ્રતિબંધના કારણોસર તેમનો કબજો પણ ‘અનૈતિક’ છે.

