33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાજપનો આરોપ- કેજરીવાલ અરાજકતાવાદી છે, લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ નથી કરતા


ભાજપના નેતા મનોજ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ઘણા કાઉન્સિલરો દારૂના નશામાં હતા. તેઓ બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયારો સાથે સદનમાં આવ્યા હતા, જેનાથી તેઓએ ભાજપના નેતાઓ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો મેયરની ખુરશી પર ચડીને લોકશાહી પ્રણાલીનું અપમાન કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અગાઉ મુખ્ય સચિવ સાથે મારપીટ કરી ચૂક્યા છે, તેમના નેતા તાહિર હુસૈન ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલા છે અને આ માટે તે અત્યારે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીના નેતાઓની આજની હરકત દર્શાવે છે કે તે પાર્ટીના તમામ નેતાઓ સમાન ગુનાહિત છબીના છે.

બીજેપી સાંસદ પરવેશ વર્માએ કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસરે પહેલા નામાંકિત સભ્યોને શપથ લેવડાવાનું શરૂ કર્યું હતું. તે નિયમોનું ઉલ્લંઘન ન હતું. પરંતુ આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ શરૂ કરી દીધો.આ પ્રિસાઇડિંગ ઓફિસર અને લોકશાહીનું અપમાન છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -