બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદરના લુદરા ગામના રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.SoG પોલીસની ટીમે લુદરા ખાતેથી દોલાજી ઠાકોર નામના શખ્સને 4 કિલો 908 ગ્રામ ગાંજા અને રૂપિયા 49 હાજરથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી હતી.એસ.જી.પોલીસ ખાનગી રાહે બાતમી મળી હતી કે દિયોદર તાલુકાના લુદરા ગામે રહેણાંક મકાન બનાવી રહેતા ઠાકોર દોલાજી પોતાના ઘરે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છે.જે બાતમી હકીકતના આધારે બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે પંચો સાથે લુદરા ગામે રેડ કરતા એસઓજી પોલીસને 4 કિલો 980 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.સાથે જ પોલીસે આરોપીને દિયોદર પોલીસ મથકે લાવી કુલ 49,080 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દિયોદર પોલીસ મથકે એન.ડી પી.એસ એક્ટ મુજબનો દોલાજી ઠાકોર સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

