ગુજરાત યુનિવર્સિટીના ૭૧ મો પદવીદાન સમાંરોહનું ડો.શ્યાાપ્રસાદ મુખર્જી હોલમાં આયોજન કરવામા આવ્યું હતું. જેમાં અલગ અલગ શાખાનાં 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામા આવી હતી.
આ પદવીદાન સમારોહમાં કુલ 167 જેટલાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 86 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનો દબદબો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેબિનેટ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંસેરિય, ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા સહિતના મહાનુંભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

