29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

બનાસ સિવિલ હોસ્પિટલમાં ૧૧ માસના બાળકને પાડુંરોગ માંથી મુક્તિ અપાવી ..૧૪ દિવસની સફળ સારવાર બાદ રજા અપાઈ


બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના પાલનપુર ગામના વતની દક્ષ હિતેશભાઈ રાજપૂત ઉમર વર્ષ ૧૧ માસના બાળકને છેલ્લા ઘણા સમયથી તાવ,ઝાડા ઉલટી,ખાંસી,તાવ શરદી અને શરીરમાં લોહીનું પ્રમાણ ખુબજ ઓછા પ્રમાણ હતું.જેના લીધે હાર્ટ ફેલર થઈ ગયું અને આખા શરીરમાં સોજા આવી ગયા હતા.ત્યારે બનાસ સિવિલ ખાતે લોહીનો રીપોર્ટ કરવાતા શરીરમાં બે ટકા જેટલું લોહીનું પ્રમાણ હતું.જે ઓછામાં ઓછુ ચૌદ ટકા હોવું જોઈએ.જેના લીધે બાળક કુપોષણનો શિકારનો ભોગ બન્યું હતું.બાળકની ગંભીર સ્થિતિ જોઈને બનાસ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ પીડીયાટ્રીક વિભાગના ડોકટર અજીત શ્રીવાસ્તવ ડો, નેહા શર્મા ડો,આશા પટેલ તેમજ નર્સિગ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.જેમાં ઓક્સિજનની સાથેસાથે બાળકના હાર્ટ ફેલરની દવાઓ આપવામાં આવી હતી અને બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછુ હોવાને લીધે બનાસ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી બાળકને બે બોટલ (બેગ) નિશુલ્ક ચડાવવામાં આવી હતી.ત્યારબાદ બાળકને કુપોષણ વિભાગમાંથી પોષ્ટિક અહાર આપવામાં આવ્યો હતો.જેના લીધે બાળકના વજનમાં વધારો નોધાયો હતો.અને બાળકને તદુરસ્ત થયું હતું જે બાદ બાળકને સપૂર્ણ સ્વસ્થ થતા ૧૪માં દિવસે રજા આપવામાં આવી હતી.બનાસ મેડીકલના કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.તેમજ ભવિષ્યમાં વધુ આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે.તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે.જેથી બનાસકાંઠાની જનતાને અતિ આધુનિક અને સારામાં સારી સારવાર મળી રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -