ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાના સોલૈયા ગામે વિશ્વ આંજણા(ચૌધરી) સમાજનાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વમાંથી આંજણા (ચૌધરી)સમાજના લાખો લોકોની ઉપસ્થિતમાં તારીખ 8 જાન્યુઆરી 2023 રવિવારએ વિશ્વ આંજણા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તા.6/01/2023ને શુક્રવારના દિવસે બપોરે 3 કલાકે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને આંજણા સમાજની ગુરુગાદી રાજસ્થાનના શિકારપુરા આશ્રમના મહંત દયારામજી મહારાજના હસ્તે કાર્યક્ર્મને ખુલ્લો મુકવામાં આવશે.
કેનેડામાં રહેતા રમણભાઈ ચૌધરી વિશ્વ આંજણા (ચૌધરી) સમાજ મહાસંમેલનના યજમાન છે.
વિશ્વ આંજણા મહાસંમેલનમાં 2 દિવસ રાત્રી સાંસ્કૃતિ પોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિર્તીદાન ગઢવી,,માયાભાઈ આહીર અને કિંજલ દવે પોતાના સૂરો દ્વારા રમઝટ બોલાવશે. આ પ્રસંગે ગુજરાત અને દેશ વિદેશમાં વસતા આંજણા ચૌધરી સમાજના લાખો લોકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ આંજણા (ચૌધરી) સમાજનાં મહાસંમેલનની તૈયારી માટે વહિવટી તંત્ર અને ચૌધરી સમાજ યુવકો પૂરજોશમાં કામે લાગ્યા છે.

