29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

ડેડીયાપાડા- સાગબારા તાલુકામાં પ્રતિવર્ષ સર્જાતી આગની ઘટના છતાં તંત્ર ફાયર સ્ટેશન ઉભું કરવામાં નિષ્ફળ


ડેડીયાપાડાના બલ ગામે કાચા ઘરોમાં અચાનક આકસ્મિક આગ લાગતા ત્રણ જેટલા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. શનિવારે ભર બપોરના સમયગાળા દરમિયાન વસાવા ઉબડીયાભાઈ ટીડીયાભાઈ, વસાવા રીતેશભાઈ ઉબડીયાભાઈ, વસાવા દિનેશભાઈ રૂપસિંગભાઈ તમામ રહે મુ.બલ.તા.ડેડીયાપાડાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખા ઘર સહિત બાજુના ઘરને ચપેટમાં લઈ લીધું હતું.વિકરાળ આગને પગલે ઘરોમાં મુકેલી ઘરવખરી નો સામાન તેમજ સાગી લાકડા, અને કપાસ પણ બળીને ખાખ થઈ ગયો હતો.મહામહેનતથી બનાવેલા ઘરમાં આગ લાગવાથી પરીવાર આક્રંદ કરવા લાગ્યું હતું.ચાર કલાક બાદ ફાયર ફાઈટરની ગાડી રાજપીપળા થી ઘટના સ્થળ પર પહોંચી હતી.ત્યાં સુધી તમામ ઘર તેમજ ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું.ત્યારે 305 જેટલા ગામડાંઓ ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં છાસવારે બનતી આગ લાગવાની ઘટનાઓમાં ફાયર ફાઈટરની સુવિધા ડેડીયાપાડા સાગબારા ખાતે ન હોવાને કારણે મોટું નુકશાન ગરીબ પરિવારો ને વેઠવાનો વારો આવ્યો છે.
કાચા મકાનોમાં આગ ફાટી નીકળતા નજીકના હેન્ડપમ્પ ઉપરથી પાણી લાવીને આગ ઉપર કાબુ મેળવવાનો ગ્રામજનો દ્વારા નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો.. આગમાં કેટલા મકાનો બળીને ખાખ થયા છે અને કેટલું નુકસાન થયું છે તે હાલ કહેવું મુશ્કેલ છે
ડેડીયાપાડા સાગબારા તાલુકાના ગામોમાં આવી આગ લાગવાની ઘટનાઓ પ્રતિવર્ષ બનતી હોવા છતા તંત્ર દ્વારા અહીં ફાયર સ્ટેશન ઉભું કરવા માટે કોઈજ પ્રયાસો હાથ ધરવામાં આવતા નથી.પ્રતિવર્ષ આગ ફાટી નીકળવાના કારણે કઈ કેટલાય ગરીબોના મહેનતથી ઉભા કરેલા મકાનોની સાથે જીવનની પુરી કમાણી પણ આગમાં બળીને સ્વાહા થઈ જાય છે ..ત્યારે તેને બચાવવા પોતે નિસહાય બની જતા હોય છે.સરકાર દ્વારા તાલુકા મથક ડેડીયાપાડા સાગબારા જો ફાયર સ્ટેશન ઉભું કરે તો ડેડીયાપાડા તાલુકા સહિત તેનો લાભ નજીકના નિજર ,કુકરમુંડા સહિત સોનગઢ ,ઉમરપાડા મળે તેમ છે માટે ડેડીયાપાડા, સાગબારા તાલુકાના નવા ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આશા ઊભી થઈ છે કે હવે તેવો જ ફાયર સ્ટેશન ઉભું થાય તેવા પ્રયાસો કરે તેવી હાલ માંગ ઉઠી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -