24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

મતદાન જાગૃતિ: આણંદની શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઈ, 223 શાળાની 1955 વિદ્યાર્થીઓએ રંગોળઈ બનાવી અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો


[ad_1]

Gujarati NewsLocalGujaratAnandRangoli Competition Was Held In Anand’s Schools, 1955 Students Of 223 Schools Made Rangoli And Gave The Message To Vote.

આણંદએક કલાક પહેલા

કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5 મી ડીસેમ્બર 2022ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. જે અન્વયે સ્વીપ અંતર્ગત જિલ્લાની 223 શાળાઓમાં મતદાર જાગૃતિ અર્થે રંગોળી હરિફાઈ યોજવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી લોકપ્રશંસા પામી રહી છે.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ઘર અને ગામોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાઈ રહી છે.આણંદ જિલ્લાની 223 શાળાઓમાં આ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી.આ હરિફાઈમાં પ્રથમ પાંચ ક્રમે આવનાર વિદ્યાર્થીનીઓને સંસ્થા-શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી

મહત્વનું છે કે આ રંગોળી સ્પર્ધામાં આણંદ તાલુકાની 42શાળાની 700 વિદ્યાર્થીનીઓ, બોરસદ તાલુકાની 35 શાળાઓની 320 વિદ્યાર્થીનીઓ, ઉમરેઠ તાલુકાની 23 શાળાઓની 175 વિદ્યાર્થીનીઓ, ખંભાત તાલુકાની 35 શાળાઓની 170 વિદ્યાર્થીનીઓ, પેટલાદ તાલુકાની 30 શાળાઓની 270 વિદ્યાર્થીનીઓ, સોજીત્રા તાલુકાની 30 શાળાઓની 150 વિદ્યાર્થીનીઓ, આંકલાવ તાલુકાની 18 શાળાઓની 90 વિદ્યાર્થીનીઓ અને તારાપુર તાલુકાની 10 શાળાઓની 80 વિદ્યાર્થીનીઓ સહભાગી બની આ હરિફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -