24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

રસ્તો નહીં તો વોટ નહીં: નવાગામ ઘેડને જોડતા જૂના બંધ પડેલા રસ્તાને લઈ હિતરક્ષક સમિતની રચના, પ્રશ્નનો ઉકેલ ન આવે તો ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવ્યા


[ad_1]

Gujarati NewsLocalGujaratJamnagarFormed Hitarshak Samit Regarding The Old Closed Road Connecting Navagam Ghede, Put Up Election Boycott Posters If The Issue Is Not Resolved.

જામનગરએક કલાક પહેલા

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રસ્તાના પ્રશ્ન સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના નિર્ણય કર્યો છે. એકતા સમિતિ નવાગામ ઘેડ દ્વારા અગાઉ આર્મી એરીયા અને હોસ્પિટલમાંથી રસ્તો પસાર થતો હતો જે રસ્તો બંધ કરી દેવાયો હતો અને આ વિસ્તારમાં છેલ્લા સ્થાનિકોના કહેવા મુજબ 10 થી 15 વર્ષ સુધી કોઈ નિવેડો આવ્યો નથી જેથી વિધાનસભાની ચૂંટણી પહેલા સ્થાનિકો એ રોડ રસ્તા ના પ્રશ્નો ને લઇને આકરા બની ચૂંટણી બહિષ્કાર નું નિર્ણય કર્યો છે.

શ્રી રામ ચોક પાસે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યાઆ વિસ્તારમાં રહેતા લોકોએ કહ્યું હતું કે, અમારો પ્રશ્ન 15 વર્ષથી પડતર છે.નવગામ ઘેડમાંથી એંશી ક્વાર્ટર થઈ હોસ્પિટલ પાસેથી રસ્તો નીકળતો હતો. પરંતુ તે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાલ જે હયાત રસ્તો છે તે પણ એકદમ ટૂંકો છે. જેના કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમે ધારાસભ્ય, સાંસદને રજૂઆત કરી ચૂક્યા છીએ પરંતુ, અમારી સમસ્યાનો હલ આવ્યો નથી.

નવાગામઘેડ હિત રક્ષક સમિતિ દ્વારા઼ બેઠક બોલાવાઈબંધ રસ્તો ખોલવા માટે બનાવાયેલી હિત રક્ષક સમિતિ દ્વારા 18મી તારીખે એક મીટીંગ બોલાવવામાં આવી છે. જેમાં નવાગામમાં વસતા લોકોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી બહિષ્કાર સહિતની લડતને લઈ આગામી રણનીતિ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -