20.2 C
Ahmedabad
Wednesday, October 28, 2026

ઓક્સફર્ડ સુધીની ઉડાન: ઇધિકા ગોયેન્કાએ વધાર્યું દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીનગરનું ગૌરવ


દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ગાંધીનગર માટે ગૌરવની ક્ષણ છે કે ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની ઇધિકા ગોયેન્કાએ યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડની પ્રતિષ્ઠિત સમર સ્કૂલના સઘન સાયકોલોજી (મનોવિજ્ઞાન) કાર્યક્રમમાં સ્થાન મેળવી સફળતાપૂર્વક બે સપ્તાહનો શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ઇધિકાને માનવમન અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ઊંડો રસ છે. તેમની માતા શ્રીમતી ડિમ્પલ ગોયેન્કા સારાંશ ફાઉન્ડેશન દ્વારા ન્યુરોડાઇવર્સ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કાર્ય કરે છે. માતાના સેવાકાર્યથી પ્રેરાઈને ઇધિકાએ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોવા છતાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવાનો સંકલ્પ કર્યો છે.

ઑક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન ઇધિકાને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વાતાવરણ, નાના જૂથોમાં સંવાદાત્મક શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લી ચર્ચાઓનો અનુભવ મળ્યો. આ અવસરે તેમની વૈશ્વિક દૃષ્ટિ, વિષયની સમજ અને માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.

ઇધિકાની આ સિદ્ધિની ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ પણ નોંધ લઈ તેમને સન્માનિત કર્યા છે. DPS ગાંધીનગર પરિવાર ઇધિકાની આ સફળતાને બિરદાવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -