29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મોટર ટ્રાન્સપોર્ટ PSI અને HCDM-I ની પરીક્ષા સંદર્ભે મહત્વનું અપડેટ: OMR શીટ રીચેકિંગ માટે 20 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે


ગાંધીનગર (14 ઓક્ટોબર,2026): ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ (PSI & HCDM-I) કેડરની સીધી ભરતી અંગેની મહત્વપૂર્ણ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ જાહેરાત ક્રમાંક GPRB/202526/3 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની કુલ ૩૫ જગ્યાઓ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 અન્વયે હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)ની કુલ 45 જગ્યાઓ માટે ગત 23 ઓગસ્ટ,2026ના રોજ અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી, જેની ફાઇનલ આન્સર કી 09 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાઈ હતી. આ પરીક્ષામાં કુલ 210 ગુણના ૨૧૦ પ્રશ્નો Part-A (૯૦ MCQ, 90 ગુણ) અને Part-B (120 MCQ, 120 ગુણ) એમ બે ભાગમાં વહેંચાયેલા હતા. ભરતીના નિયમો મુજબ ઉમેદવારે લેખિત પરીક્ષામાં Qualified થવા માટે Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ન્યૂનતમ 40% ગુણ મેળવવા ફરજિયાત છે.

​ભરતી બોર્ડની વેબસાઇટ પર 13 ઓક્ટોબર, 2026ના રોજ ઉમેદવારોના ગુણ અને OMR શીટ રીચેકિંગની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો પોતાની OMR શીટની પુનઃચકાસણી (રીચેકિંગ) કરાવવા ઇચ્છતા હોય તેઓ 20 ઓક્ટોબર,2026 સુધીમાં (7 દિવસની અંદર) રૂ. 500/- ના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથે પોતાની અરજી મોકલી શકશે. આ અરજી રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા “ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર: ગ-12, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર” ના સરનામે મોકલવાની રહેશે. વધુમાં, બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજની ચકાસણી કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.જે પૂર્ણ થયા બાદ નિયમાનુસાર સફળ ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી (Document Verification) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -