33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

ગાંધીનગરમાં 17મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-SAI કબડ્ડી ટુર્નામેન્ટનો પ્રારંભ


જયપુર, ધારવાડ અને ચેન્નઈની વિજયી શરૂઆત; 13 કેન્દ્રોના 213થી વધુ ખેલાડીઓ સહભાગી

ગાધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE) ખાતે 17મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-SAI કબડ્ડી ટૂર્નામેન્ટ 2026-27નો આજથી પ્રારંભ થયો છે.15 ઓક્ટોબર સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના 13 STC અને NCOE કેન્દ્રોના 213થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં 147 છોકરાઓ અને 66 છોકરીઓનો સમાવેશ થાય છે.

SAI રિજનલ સેન્ટર, ગાંધીનગરના રિજનલ ડિરેક્ટર શ્રી પ્રશાંત સિંહે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા શ્રી ઝંડુ કુમાર અને અર્જુન એવોર્ડથી સન્માનિત પેરા-એથ્લીટ શ્રી રાજેન્દર સિંહ રોહેલુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં SAIના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી અશોક કુમાર, આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ કુમારી સાહિલા સેમસન અને કુમારી ઈશપ્રીત કૌર સહિત કબડ્ડી ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. તેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ શ્રી ઉદય કુમાર, અર્જુન એવોર્ડ વિજેતા શ્રી મનજીત ચિલ્લર, ધ્યાનચંદ એવોર્ડ વિજેતા શ્રીમતી કવિતા સેલવરાજ તથા એશિયન ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓએ રમતગમતની ભાવના, શિસ્ત અને ખેલદિલી જાળવવાના શપથ લીધા હતા.

પ્રથમ દિવસની પાંચ મેચનાં પરિણામો

ટુર્નામેન્ટના પ્રથમ દિવસે પુરુષ અને મહિલાઓના વિભાગમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.

પુરુષોઓના વિભાગમાં STC જયપુરે STC બિલાસપુરને 47-27થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. જયપુરની ટીમે પ્રથમ હાફમાં 22-12ની સરસાઈ મેળવી હતી. અન્ય મુકાબલામાં STC ધારવાડે STC પુડુચેરીને 51-24થી અને STC ચેન્નઈએ STC મયિલાડુથુરાઈને 32-21થી પરાજય આપ્યો હતો.

મહિલાઓના વિભાગમાં STC કોલ્લમે STC કોકરાઝારને 39-36થી હરાવીને રોમાંચક જીત મેળવી હતી. જ્યારે NCOE ધર્મશાળાએ NCOE સોનીપતને 44-40થી પરાજય આપ્યો હતો.

ત્રણ દિવસીય આ સ્પર્ધામાં દેશભરના વિવિધ SAI કેન્દ્રોના ખેલાડીઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. લીગ અને નોકઆઉટ તબક્કાની સ્પર્ધાઓ દ્વારા ટુર્નામેન્ટના વિજેતાઓ નક્કી કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -