29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

દહેગામ-નરોડા રોડ પર ગંભીર અકસ્માત: અજાણ્યા બાઇક ચાલકની ટક્કર બાદ યુવક સામેથી આવતી આઇસરમાં પટકાયો; બે ને ઇજા


ગાંધીનગર જિલ્લાના દહેગામ-નરોડા રોડ પર ગત સાંજે એક અત્યંત ગંભીર અને માર્ગ અકસ્માત સર્જાયો હતો. દહેગામના રામવિલેઝ હોલ સામે સાઉન્ડ અને લાઇટિંગ ડેકોરેશનના કામે જઈ રહેલા બે યુવકોની બાઇકને એક બેદરકાર અજાણ્યા બાઇક ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકો રોડ પર પટકાયા હતા.જેમાં એક યુવક ઉછળીને ડિવાઇડર ઓળંગીને સામેના રોડ પર જઈ પડ્યો હતો.

​ડિવાઇડર ટપીને સામેના રોડ પર પડેલા યુવક પર કાળ બનીને આવેલી એક આઇસર ટ્રક ફરી વળી હતી. નરોડા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી આઇસર (નંબર: GJ-31-T-6733) ના ચાલકે રોડ પર પડેલા મૌલીન વિનુભાઈ પટેલ નામના યુવકને સીધી અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં મૌલીન પટેલને ડાબા પગે ગંભીર ફ્રેક્ચર થવા ઉપરાંત માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે સાથે રહેલા સુનિલ ઠાકોરને સામાન્ય ઇજાઓ થઈ હતી.

​અકસ્માત સર્જ્યા બાદ બંને વાહનચાલકો માનવતા ભૂલીને ફરાર થઈ ગયા હતા. પહેલી ટક્કર મારનાર અજાણ્યો બાઇક ચાલક પોતાની બાઇક લઈને ભાગી છૂટ્યો હતો.જ્યારે આઇસરનો ચાલક પણ પોતાની ટ્રક ઘટનાસ્થળે જ મૂકીને નાસી ગયો હતો. આ ગંભીર સ્થિતિમાં ઇજાગ્રસ્ત સુનિલે તાત્કાલિક પોતાના પરિવારજનોને જાણ કરી હતી. જેથી યુવકોને તુરંત જ દહેગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

​મૌલીન પટેલની તબીબી સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે સુનિલ ઠાકોરને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને રજા આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે સુનિલ ઠાકોરે અજાણ્યા બાઇક ચાલક અને આઇસર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને ભાગેડુ ચાલકોની શોધખોળ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -