ગાંધીનગર મહાનગરપાલિકામાં ભગવો યથાવત: 44માંથી 38 બેઠકો જીતી ભાજપે જાળવી સત્તા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને સત્તા જાળવી રાખી છે. મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર જીત મેળવી. જ્યારે કોંગ્રેસે 5 બેઠકો પર વિજય મેળવ્યો.બીજી તરફ, એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. આ પરિણામ સાથે ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન આવવાનો માર્ગ મોકળો થયો છે.
ચૂંટણીનાં પરિણામો મુજબ, વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9 અને 10માં ભાજપની આખી પેનલ વિજયી બની છે. જોકે, વોર્ડ નંબર 7 અને 2માં ભાજપની પેનલ તૂટી હોવાનું સામે આવ્યું છે. ગત ટર્મની સરખામણીએ આ વખતે ભાજપને 6 બેઠકોનું નુકસાન થયું છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 5 બેઠકો પર જીત મેળવી છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલ વિજયી બની છે. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર કર્મજિત સિંહે 14 મતથી જીત મેળવી હોવાનું જાણવા મળ્યું છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2 બેઠકો જીતી હતી. જ્યારે આ વખતે તેની બેઠકોની સંખ્યામાં વધારો થયો છે.
ગાંધીનગર મનપામાં કોંગ્રેસે 5 બેઠકો પર જીત મેળવતાં તેને વિપક્ષનું પદ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. બીજી તરફ, એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. ભાજપે બહુમતી સાથે જીત નોંધાવી હોવાથી મનપામાં ફરી ભાજપનું શાસન સ્થપાશે.
- Advertisement -
- Advertisement -