29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

ફતેપુરા : ઉખરેલી રોડ પર RCC રોડ-ગટરનું કામ શરૂ, ડાયવર્ઝનના અભાવે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન


ફતેપુરા નગરમાં હાલ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ઝાલોદ રોડથી ઉખરેલી રોડ સુધી નવીન RCC રોડ અને ગટરનું કામ ચાલી રહ્યું છે. જોકે, ઉખરેલી રોડ પર ચાલી રહેલા આ કામને કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ઉખરેલી રોડ પર કોઈ બાયપાસ માર્ગ ઉપલબ્ધ ન હોવાથી વાહનવ્યવહાર માટે મુખ્ય રસ્તાનો જ ઉપયોગ થાય છે. ત્યારે રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં સ્થળ પર વાહનવ્યવહાર માટે યોગ્ય ડાયવર્ઝન કે વૈકલ્પિક વ્યવસ્થા જોવા મળતી નથી.

ઉખરેલી રોડ પર શાળા, કોલેજ અને ITI જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દિવસ દરમિયાન અહીં વાહનવ્યવહારનું પ્રમાણ વધુ રહે છે. આવી સ્થિતિમાં રોડની બંને બાજુ એકસાથે કામ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

વિકાસના કામો જરૂરી છે, પરંતુ કામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની સલામતીને પણ પ્રાથમિકતા આપવી જરૂરી બને છે. સ્થાનિક લોકો દ્વારા કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, સૂચનાત્મક બોર્ડ અને જરૂરી હોય ત્યાં ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર સ્થિતિનો વિડિયો પણ સામે આવ્યો છે.જેમાં રોડ પર ચાલી રહેલા કામ અને વાહનવ્યવહારની સ્થિતિ જોવા મળી રહી છે.

અહેવાલ : કિશોર પણદા, ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -