29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

પ્રત્યુષા બેનર્જી કેસમાં 10 વર્ષ પછી નિર્ણય, રાહુલ રાજ સિંહ નિર્દોષ જાહેર; ઉશ્કેરણીનો માહોલ નથી


ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના મૃત્યુના લગભગ 10 વર્ષ પછી તેમના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને મોટી રાહત મળી છે. કોર્ટે તેમને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (ઉશ્કેરણી) કરવાના કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. અદાલતે સ્વીકાર્યું કે ઉપલબ્ધ સામગ્રીના આધારે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો બનતો નથી. આવી સ્થિતિમાં રાહુલ વિરુદ્ધ ટ્રાયલ ચલાવવી તે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થશે.

પ્રત્યુષા બેનર્જી 1 એપ્રિલ 2016ના રોજ મુંબઈના ગોરેગાંવ વેસ્ટ સ્થિત તેમના ભાડાના ફ્લેટમાં ફાંસી પર લટકેલી મળી આવી હતી. તેમની માતા સોમા બેનર્જીની ફરિયાદના આધારે બાંગુર નગર પોલીસે રાહુલ રાજ સિંહ વિરુદ્ધ આઈપીસી (IPC) ની કલમ 306, 323,504 અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. એવો આક્ષેપ હતો કે રાહુલે પ્રત્યુષાને કથિત રીતે શારીરિક, માનસિક અને આર્થિક રીતે પ્રતાડિત કરી હતી.

રાહુલને જુલાઈ 2016માં બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા હતા. પોલીસે 2018માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ રાહુલે કેસમાંથી ડિસ્ચાર્જ (મુક્ત) થવા માટે અદાલતમાં અરજી દાખલ કરી હતી.

ડિંડોશી સેશન્સ કોર્ટે ઓગસ્ટ 2023માં તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. તે સમયે અદાલતે સાક્ષીઓના નિવેદનોનો હવાલો આપતા કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું પ્રતીત થાય છે કે આરોપીએ મૃતકની જિંદગી નર્ક બનાવી દીધી હતી.

રાહુલ રાજ સિંહ તરફથી વરિષ્ઠ વકીલ આબાદ પોંડા અને શ્રેયાંશ મિઠારેએ અદાલતમાં દલીલ કરી હતી કે એફઆઈઆર ઉતાવળમાં નોંધવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નહોતી.

બચાવ પક્ષે આત્મહત્યાના લગભગ એક કલાક પહેલાના છેલ્લા ફોન રેકોર્ડિંગનો પણ હવાલો આપ્યો હતો. વકીલોના મતે, આ વાતચીતમાં રાહુલ પ્રત્યુષાને કોઈ પણ પગલું નહીં ભરવા માટે સમજાવી રહ્યા હતા અને પોતાના પ્રેમનો એકરાર કરી રહ્યા હતા. બચાવ પક્ષે એ દલીલ પણ કરી હતી કે રાહુલ જ તે વ્યક્તિ હતા, જેમણે દરવાજો ખોલાવ્યો હતો અને પ્રત્યુષાને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

આ દલીલો અને ઉપલબ્ધ રેકોર્ડ પર વિચાર કર્યા પછી અદાલતે માન્યું કે કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ ટકાવી રાખવા માટે પૂરતો આધાર નથી. અદાલતના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં રાહુલ વિરુદ્ધ ટ્રાયલ ચાલુ રાખવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થશે.

રાહુલનો શરૂઆતથી જ દાવો રહ્યો છે કે તે અને પ્રત્યુષા ડિસેમ્બર ૨૦૧૬માં લગ્ન કરવાના હતા. હવે લગભગ એક દાયકા સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા પછી તેમને આ કેસમાં રાહત મળી છે. પ્રત્યુષાનો પરિવાર આ નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટનો રૂખ કરી શકે છે.

2016માં પોલીસ પૂછપરછ દરમિયાન રાહુલે પ્રત્યુષાની આર્થિક સ્થિતિને લઈને પણ નિવેદન આપ્યું હતું. રાહુલના મતે, પ્રત્યુષા પર 40 લાખ રૂપિયાથી વધુનું દેવું હતું અને લગભગ 12 લાખ રૂપિયાનો સર્વિસ ટેક્સ પણ બાકી હતો. તેમનો દાવો હતો કે પ્રત્યુષાનું પોતાનું બેંક એકાઉન્ટ નહોતું અને તે આર્થિક જવાબદારીઓ ચૂકવવામાં પોતાને અસમર્થ અનુભવતી હતી.

રાહુલે પોલીસને જણાવ્યું હતું કે પ્રત્યુષાનું તેના પિતા સાથે જોઈન્ટ એકાઉન્ટ હતું. તેમના મતે, પ્રત્યુષાના પિતાએ એક વીમા પૉલિસી પણ કરાવી હતી, જેમાં પ્રત્યુષાને નોમિની બનાવવામાં આવી હતી. રાહુલનો દાવો હતો કે પ્રત્યુષાના પિતાએ દેવું લીધું હતું અને તેમાં પણ પ્રત્યુષા નોમિની હતી. આ આર્થિક પરિસ્થિતિઓને કારણે તે માનસિક રીતે પરેશાન રહેતી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -