એશિયન ગેમ્સ ૨૦૨૬માં ગૂંજ્યું ગુજરાતનું નામ
રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવને શાનદાર પ્રદર્શનથી જીત્યા બે સિલ્વર મેડલ
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇલાવેનિલ વાલારીવનને રૂ. ૧.૩૩ કરોડના ખેલપ્રતિભા પુરસ્કારથી સન્માનિત કરાયા
રાજ્યની ખેલપ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખવા ગુજરાત સરકાર તૈયાર: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
સંસ્કારધામમાં કેળવણી પામેલા ઇલાવેનિલ રાજ્યના અન્ય હજારો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત
એશિયન ગેમ્સ ૨૦૨૬માં રાઇફલ શૂટિંગમાં ૨-સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના પ્રતિભાવાન ખેલાડી શ્રી ઇલાવેનિલ વાલારીવને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. ૧.૩૩ કરોડનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


