27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે ગલ્લા પર મસાલો લેવા ગયેલા યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત 


દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

જેમાં ગલ્લા પર મસાલો લેવા ગયેલા યુવકનું વીજ કરંટ લાગવાથી અચાનક જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અણધારી આફતના કારણે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટનાકુવા ગામે રહેતા દંતાણી મહેન્દ્રકુમાર અમરતભાઈ કોઈ કામ અર્થે અને ગલ્લા પર મસાલો લેવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ગલ્લા પર વીજ પ્રવાહ ઉતરતા તેઓ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો તીવ્ર હતો કે મહેન્દ્રકુમાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને સ્થળ પર જ તેમનું દુઃખદ અવસાન થયું હતું.

ઘટનાની જાણ થતા જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ત્વરિત કાર્યવાહી કરી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ તેમજ અન્ય જરૂરી કાર્યવાહી માટે રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકના અચાનક મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ કરુણ બનાવ અંગે રખિયાલ પોલીસ સ્ટેશનના ASI અશ્વિનભાઇ ચૌધરી તેમજ જવાનોએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -