31 C
Ahmedabad
Tuesday, September 22, 2026

મોરબી: મથાક ગામે ખેતરમાં કામ કરતી માતા અને 4 વર્ષના માસૂમ પુત્ર પર વીજળી પડતા કરુણ મોત


મોરબી જિલ્લાના મથાક ગામે ખેતરમાં કામ કરી રહેલી એક મહિલા અને તેના ચાર વર્ષના માસૂમ પુત્ર પર આકાશી વીજળી પડતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે માતા પોતાના બાળક સાથે ખેતરમાં મગફળીના પાકમાં સિંચાઈનું કામ કરી રહી હતી.

મૂળ માહિતી મુજબ, માધવ ગોકળભાઈની વાડીમાં ખેત મજૂરી કરતી 28 વર્ષીય મનકુબેન નાયકા પોતાના ચાર વર્ષના પુત્ર શ્યામ રાકેશ નાયકા સાથે ખેતરમાં હાજર હતી. સાંજના સમયે વિસ્તારમાં અચાનક ભારે ગાજવીજ અને ચમકારા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ વચ્ચે ખેતરમાં કામ કરતી વેળાએ અચાનક માતા અને પુત્ર પર વીજળી ત્રાટકતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ અણધારી દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચરાડવા હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના આંકડા મુજબ, સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા દરમિયાન રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -