27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

ભારતીય મહિલા ટીમ દ્વારા મોહસિન નકવીને કરારો જવાબ, એશિયા કપની ટ્રોફી લેવાનો ઇનકાર


​વિમેન્સ એશિયા કપ 2026ની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 72 રને હરાવીને 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા.

અવોર્ડ સેરેમનીમાં ભાગ લેવાનો ટીમ ઈન્ડિયાએ કર્યો ઇનકાર

હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી વખત એશિયા કપની ટ્રોફી જીત્યા બાદ, મેચ જોવા માટે પહોંચેલા બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મેદાન પર જઈને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી સૈકિયા થોડીવાર સુધી ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. જ્યારે લાંબી રાહ જોયા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમની શરૂ થઈ, ત્યારે ભારતીય મહિલા ટીમ પોતાના ડ્રેસિંગ રૂમમાંથી બહાર જ આવી નહોતી. તેમણે વિજેતા ટીમને મળતા મેડલ અને ટ્રોફી મોહસિન નકવીના હસ્તે લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

મોહસિન નકવીએ ફરી એકવાર સૌની સામે થવું પડ્યું જિંદગીભરનું અપમાન સહન

મહિલા T20 એશિયા કપ 2026ની શરૂઆત પહેલા જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, જો ભારતીય ટીમ ખિતાબ જીતશે, તો તે સ્થિતિમાં તે મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારશે નહીં. આવી સ્થિતિમાં નકવીને ફરી એકવાર સૌની સામે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. હવે એ જોવાનું રહેશે કે ટ્રોફીને લઈને બીસીસીઆઈ દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -