31 C
Ahmedabad
Tuesday, September 22, 2026

ગાંધીનગર જિલ્લાના કલોલમાં ગ્રામસેવકોનું આક્રમક આંદોલન: પડતર માંગણીઓ ન સંતોષાતા કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન


ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાન હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામસેવકોએ સરકાર સામે આક્રમક મિજાજ અખત્યાર કર્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ ફરજ પર હાજર રહીને હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. અગાઉ આપેલા સાત દિવસના અલ્ટીમેટમ છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મુખ્ય સમસ્યાઓ અને પડકારો

કર્મચારીઓની ઘટ:

હાલ રાજ્યમાં 8 થી 10 ગામ દીઠ માત્ર એક જ ગ્રામસેવક ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પૂરતું માર્ગદર્શન મળવામાં મુશ્કેલી સર્જાય છે.

સેજાનું પુનઃગઠન:

ખેડૂતોના ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને 1 થી 2 ગામ વચ્ચે 1 ગ્રામસેવકની જગ્યા ઊભી થાય તે રીતે નવા સેજાઓનું પુનઃગઠન કરવું અનિવાર્ય છે.

ડિજિટલ સંસાધનોનો અભાવ:

વર્તમાન ડિજિટલ યુગમાં ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ સુવિધા કે એલાઉન્સ પૂરું પાડવું અને મુસાફરી ભથ્થામાં વધારો કરવો જરૂરી છે.

ગ્રામસેવકોની મુખ્ય માંગણીઓ

રેવન્યુ તલાટી અને ખેતી મદદનીશના જોબચાર્ટની કામગીરીનું દબાણ બંધ કરી સ્પષ્ટ અને ન્યાયી જોબચાર્ટ જાહેર કરવો.

પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200નો ગ્રેડ-પે પુનઃસ્થાપિત કરવો.

બંધ થયેલી પ્રમોશનની તકો ફરી શરૂ કરવી.

ગ્રામસેવક સંવર્ગને પંચાયત વિભાગમાંથી કૃષિ વિભાગના વહીવટી માળખા હેઠળ સમાવેશ કરવો.

વહીવટી પારદર્શિતા માટે રજૂઆતોનો લેખિત પ્રત્યુત્તર આપવાની પદ્ધતિ શરૂ કરવી.

આંદોલનની આગામી રૂપરેખા

9 સપ્ટેમ્બર: કાળી પટ્ટી ધારણ કરી વિરોધ.

14 સપ્ટેમ્બર: સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થવું.

21 સપ્ટેમ્બર: ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર.

25 સપ્ટેમ્બર: પેન ડાઉન (કલમ અને કામ છોડો) આંદોલન.

1 ઓક્ટોબર: માસ સીએલ (માસ સીજ્યુઅલ લીવ).

2 ઓક્ટોબર: ગાંધી જયંતીના રોજ માંગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -