27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

રાજપાલ યાદવ સામે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: 5 કરોડ રૂપિયા જમા કરાવો અથવા જેલ જવાની તૈયારી રાખો


બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન રાજપાલ યાદવને રાહત આપવા માટે 9 સપ્ટેમ્બર (બુધવાર) સુધીમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો રકમ જમા નહીં થાય તો તેમને આત્મસમર્પણ (સરેન્ડર) કરીને જેલ જવું પડશે.

સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

મુખ્ય શરત:

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે,જો અરજદાર 9 સપ્ટેમ્બર સુધીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવી દેશે.તો જ તેમને સરેન્ડર કરવામાંથી છૂટ મળશે.

બેંચ અને આગામી તારીખ:

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે આ મામલે નોટિસ જારી કરી છે અને આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટનો આદેશ:

રાજપાલ યાદવ અને રાધા યાદવે દિલ્હી હાઈકોર્ટના 10 જુલાઈના એ આદેશને પડકાર્યો છે.જેમાં 7 ચેક બાઉન્સ કેસમાં તેમને 3 મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.

સિદ્ધાંતોની લડાઈ છે, પૈસાનો મુદ્દો નથી: રાજપાલ યાદવ

તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન રાજપાલ યાદવે દાવો કર્યો હતો કે, આ મામલો માત્ર 5 કરોડના દેવાનો નથી પરંતુ સિદ્ધાંતોની લડાઈ છે. જો આ ફક્ત પૈસાનો જ વિવાદ હોત તો વર્ષ 2012માં જ ઉકેલાઈ ગયો હોત. આ વિવાદના કારણે તેમને 17થી 22 કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -