દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટના: 3 ના મોત, અત્યાર સુધી 9 લોકોનો બચાવ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે ૩ લોકોના મોત થયા..અત્યાર સુધીમાં 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ધરાશાયી થયેલી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટેનું પીજી (PG) ચાલતું હતું.અને આજે રવિવારની રજા હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પીજીમાં જ હાજર હતા.
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના અત્યંત દુખદ છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. અધિકારીઓ સ્થળ પર કામ કરી રહ્યા છે અને પ્રભાવિત લોકોને મદદ પૂરી પાડી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ પડવાથી ખૂબ જ દુઃખી છું. મેં મુખ્યમંત્રી, દિલ્હી પોલીસ કમિશનર અને એનડીઆરએફ (NDRF) ના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે. સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફ મળીને મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે અને ઈજાગ્રસ્તોને તમામ જરૂરી તબીબી સહાય આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મુલાકાત અને કડક કાર્યવાહીના આદેશ
મુ.ખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે બિલ્ડિંગના બેઝમેન્ટમાં કામ ચાલી રહ્યું હતું, અધિકારીઓની જે પણ બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ તેમણે સોશિયલ મીડિયા ‘એક્સ’ (X) પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સત્ય નિકેતન, આર.કે. પુરમમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાથી ખૂબ જ ચિંતિત છું. ડીડીએમએ (DDMA), એનડીઆરએફ, દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, એમસીડી (MCD), કેટ્સ અને સિવિલ ડિફેન્સની ટીમો યુદ્ધના ધોરણે બચાવ અભિયાન ચલાવી રહી છે.
- Advertisement -
- Advertisement -