25 C
Ahmedabad
Thursday, September 3, 2026

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂક; ઓપરેશન સિંદૂર અને કારગિલ યુદ્ધમાં રહી છે મહત્વની ભૂમિકા; જાણો પ્રોફાઇલ


નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા દેવરિયાના રહેવાસી છે અને 30 એપ્રિલ 2026 (એટલે ​​કે 4 મહિના પહેલાં) જ નિવૃત્ત થયા છે. તેઓ વાયુસેનાની પશ્ચિમી કમાન્ડના ચીફ રહી ચૂક્યા છે. તેમણે ઓપરેશન સિંદૂર અને કારગિલ યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ (SYSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) અને વિશિષ્ટ સેવા મેડલ (VSM)થી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

38 વર્ષથી વધુના પોતાના સેવા કાળમાં, જીતેન્દ્ર મિશ્રાએ અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ પદો પર કામ કર્યું છે. જેમાં ફાઇટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટેબ્લિશમેન્ટ (ASTE) માં ચીફ ટેસ્ટ પાઇલટ, બે ફ્રન્ટલાઈન એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ, એર હેડક્વાર્ટર (VB) માં ડાયરેક્ટર (ઓપરેશનલ પ્લાનિંગ એન્ડ અસેસમેન્ટ ગ્રુપ), પ્રિન્સિપલ ડાયરેક્ટર (ASR) અને આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ), ASTE ના કમાન્ડન્ટ અને ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ડોક્ટ્રિન, ઓર્ગેનાઇઝેશન અને ટ્રેઇનિંગ)ના ડેપ્યુટી ચીફ જેવા પદો સામેલ છે. વર્તમાન પદ સંભાળતા પહેલા, તેઓ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ) ના ડેપ્યુટી ચીફ હતા.

અયોધ્યાના પ્રસિદ્ધ રામ મંદિરમાં મોટા પાયે દાનની ચોરીના આક્ષેપો પછી રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાને હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એવું એલાન કરવામાં આવ્યું હતું કે,રામ મંદિરની વ્યવસ્થામાં ફેરફાર માટે રામ મંદિર ટ્રસ્ટ માટે એક CEO ની નિમણૂક કરવામાં આવશે. આજે (2 સપ્ટેમ્બર) રામ મંદિર ટ્રસ્ટ માટે CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે CEO પદના અન્ય દાવેદારોમાં પૂર્વ IPS અધિકારી રાજેશ પાંડે, પૂર્વ IAS અધિકારી દિનેશ ચંદ્ર, નિવૃત્ત IAS અધિકારી યોગેશ્વર રામ મિશ્રા અને પૂર્વ IPS અધિકારી પરેશ સક્સેના સામેલ હતા. પરંતુ બાદમાં નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાનું નામ ફાઇનલ થયું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -