32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

સલારા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં અનિયમિતતાના આક્ષેપો, તપાસમાં 136 સામે માત્ર 4 વિદ્યાર્થીઓ હાજર


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સલારા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં કથિત અનિયમિતતાઓ સામે આવી હોવાના તપાસ અહેવાલથી શિક્ષણ ક્ષેત્રે ચર્ચા જાગી છે. તપાસ દરમિયાન શાળાના રેકોર્ડમાં 136 વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવા છતાં સ્થળ પર માત્ર 4 વિદ્યાર્થીઓ હાજર હોવાનું નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન અન્ય શાળામાંથી 27 બાળકો લાવી શાળામાં તેમની હાજરી દર્શાવ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત શાળાનું સ્થળ મંજૂરી વિના બદલવામાં આવ્યું હોવાના મુદ્દે પણ તપાસમાં સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

શાળાને ફાળવવામાં આવેલી 14 સરકારી સાયકલો ઉપરાંત જ્ઞાનકુંજ વર્ગખંડ હેઠળના 5 સ્માર્ટ બોર્ડ અને 4 લેપટોપ અંગે પણ તપાસ દરમિયાન વિગતો ચકાસવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સાધનોની ઉપલબ્ધતા, ઉપયોગ તથા તેની જાળવણી અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે.

તપાસ અહેવાલમાં પરીક્ષાની હાજરી અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. શાળામાં નોંધાયેલા 31 SSC વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર ન રહ્યો હોવાનું, જ્યારે HSCમાં નોંધાયેલા 13 વિદ્યાર્થીઓમાંથી માત્ર 4 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હોવાનું તપાસમાં નોંધાયું હોવાનું જાણવા મળે છે.

સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સંચાલકો, આચાર્ય તથા સ્ટાફને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાળાને મળતી ગ્રાન્ટમાં કાપ મૂકવા અથવા શાળાની નોંધણી રદ કરવા અંગે કેમ કાર્યવાહી ન કરવી તે બાબતે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે.

હવે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે આગળની તપાસ અને કાર્યવાહી શું કરવામાં આવે છે તેના પર નજર છે. જોકે, તપાસ અહેવાલમાં ઉઠાવવામાં આવેલા આક્ષેપો અંગે અંતિમ નિર્ણય સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ તથા સંબંધિત શાળા સંચાલન અને કર્મચારીઓના ખુલાસા બાદ જ સ્પષ્ટ થશે.

અહેવાલ : કિશોર પણદા, ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -