સુરતમાં હૃદયદ્રાવક ઘટના: સામાન્ય ઠપકાથી લાગી આવતાં 13 વર્ષના કિશોરે જીવન ટૂંકાવ્યું
આજના ડિજિટલ અને સ્પર્ધાત્મક યુગમાં બાળકોના કોમળ મનમાં ક્યારે શું ચાલી રહ્યું હોય છે, તેની કલ્પના કરવી પણ વાલીઓ માટે મુશ્કેલ બની ગઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં બનેલી એક અત્યંત સંવેદનશીલ અને દુર્ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. ધોરણ 8માં અભ્યાસ કરતા માત્ર 13 વર્ષના એક કિશોરે માત્ર સામાન્ય બાબતમાં માતાએ આપેલા ઠપકાથી માઠું લાગીને પોતાના જ ઘરના દાદરની ગ્રીલ પર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ આઘાતજનક ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતવાર માહિતી
મૂળ પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક કિશોર પોતાના ભાઈ-બહેન સાથે ઘરમાં સામાન્ય મસ્તી કરી રહ્યો હતો. આ દરમિયાન બાળકોના તોફાનથી કંટાળીને માતાએ તેને મસ્તી કરવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો. સામાન્ય રીતે દરેક ઘરમાં બાળકો સાથે થતી આ એક સામાન્ય બાબત હતી, પરંતુ કિશોરના અપરિપક્વ અને સંવેદનશીલ મન પર આ ઠપકો ઊંડી અસર કરી ગયો. કોઈને પણ અંદાજ નહોતો કે સામાન્ય રોષ કે માઠું લાગવાની ભાવના આટલું મોટું પગલું ભરાવશે. ક્ષણિક આવેશમાં આવીને કિશોરે ઘરના દાદરની લોખંડની ગ્રીલ સાથે ફાંસો ખાઈ લીધો. પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
આધુનિક પેઢીના બાળકો અને માનસિક દબાણ
આ ઘટના માત્ર એક કિસ્સો નથી, પરંતુ તે આજના સમયના વાલીઓ અને સમાજ સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. આજની નવી પેઢીના બાળકો અગાઉની પેઢીના બાળકો કરતાં તદ્દન અલગ અને અસુરક્ષિત વાતાવરણમાં મોટા થઈ રહ્યા છે. તેમના પર સતત શૈક્ષણિક પ્રદર્શનનું દબાણ, મિત્રવર્તુળનું પ્રેશર, મોબાઈલ અને સોશિયલ મીડિયાની દુનિયા તેમજ પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની દોડનું પ્રેશર રહે છે.
બાળક બહારથી હસતું-રમતું કે સામાન્ય દેખાઈ શકે છે. પરંતુ તેના અંદરના મનમાં કયો માનસિક ભાર અથવા તો કઈ ફ્રસ્ટ્રેશન ચાલી રહી છે. તેની ભાન પરિવારને હોતી નથી. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે બાળકોની શારીરિક કે ભૌતિક જરૂરિયાતો સંતોષવી પૂરતી નથી. પરંતુ તેમની માનસિક સ્થિતિને પારખવી પણ એટલી જ અનિવાર્ય છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: પેરન્ટિંગમાં બદલાવની જરૂર
આ દુર્ઘટના બાદ નિષ્ણાતો અને સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે વાલીઓએ પોતાની પેરન્ટિંગ સ્ટાઇલ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
ગુસ્સાને બદલે સંવાદ: બાળકથી ભૂલ થાય ત્યારે તેને જાહેરમાં કે કડક શબ્દોમાં ઠપકો આપવાને બદલે એકાંતમાં શાંતિથી બેસાડીને સમજાવવું જરૂરી છે.
મિત્રતાભર્યું વાતાવરણ: ઘરમાં એવું મુક્ત વાતાવરણ હોવું જોઈએ કે બાળક પોતાની નાની-નાની પરેશાનીઓ કે ભૂલો પણ ડર્યા વિના પોતાના માતા-પિતા સાથે શેર કરી શકે.
ભાવનાત્મક જોડાણ: વાલીઓએ માત્ર બાળક શું કરી રહ્યું છે (What they are doing) તે જોવાને બદલે તે શું અનુભવી રહ્યું છે (What they are feeling) તેની કાળજી રાખવી જોઈએ.
સુરતની આ ઘટના એક હસતા-રમતા પરિવાર માટે ક્યારેય ન ભરાય તેવી કાયમી ખોટ છોડી ગઈ છે. આ કિસ્સો માત્ર એક પોલીસ કેસ નથી.પરંતુ દરેક ઘર માટે એક ચેતવણી છે કે, બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને તેમની લાગણીઓને હળવાશથી ન લેતા તેમની સાથે હૂંફાળો સંબંધ રાખવો સમયની સૌથી મોટી માંગ છે.
- Advertisement -
- Advertisement -