પાકિસ્તાનની નાપાક હરકત: SCO સમિટની તસવીરમાંથી PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને હટાવ્યા
શંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન પાકિસ્તાને પોતાની ક્ષુલ્લક માનસિકતા ફરી એકવાર દર્શાવી છે. પાકિસ્તાન વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી SCO નેતાઓની ગ્રૂપ ફોટોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિને ક્રોપ કરીને હટાવી દેવામાં આવ્યા છે.

બિશ્કેક ખાતે યોજાયેલી આ સમિટના ગ્રૂપ ફોટોમાં શાહબાઝ શરીફને જાણી જોઈને વચ્ચે બતાવવા માટે આ ચાલાકી કરવામાં આવી હતી. જોકે, PM મોદી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી અસલી તસવીરમાં તમામ 10 સભ્ય દેશોના નેતાઓ સાથે નજરે પડ્યા હતા. જેમાં શાહબાઝ શરીફ જમણી બાજુથી ચોથા સ્થાન પર ઉભા હોવાની વાસ્તવિકતા સામે આવી હતી.
માત્ર ફોટો જ નહીં, પરંતુ ફેસબુક પર શાહબાઝ શરીફના અધિકૃત એકાઉન્ટ પરથી રાઉન્ડટેબલ મીટિંગના વીડિયોમાંથી પણ PM મોદીને હટાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનની આ બાળસહજ અને ઓછી બુદ્ધિવાળી હરકત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે તેમની ભારે મજાક ઉડાવી હતી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અસલી તસવીરો શેર કરીને પાકિસ્તાનના પ્રોપગાન્ડાની પોલ ખોલી નાખી હતી.તો વળી કેટલાક યુઝર્સે એડિટિંગ કરીને શાહબાઝ શરીફના હાથમાં ભીખનો કટોરો પકડાવી દીધો હતો. જે પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિ અને તેમની લાચારીની યાદ અપાવે છે.
- Advertisement -
- Advertisement -