દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સાગડાપાડા ગામના તળગામ કટારા ફળિયામાં વર્ષો બાદ પણ રસ્તાની પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય રસ્તાથી ફળિયા સુધી પહોંચવા માટે માત્ર પગદંડી જેવી વાટ હોવાથી વાહનવ્યવહાર પણ મુશ્કેલ બન્યો છે. ચોમાસા દરમિયાન કીચડ અને પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે.


