31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

રખિયાલ પોલીસની મોટી કાર્યવાહી: બાયડ-દહેગામ રોડ પરથી ક્રેટા ગાડીમાંથી 1,833 વિદેશી દારૂની બોટલો સાથે રૂ. 13,22,137 નો મુદ્દામાલ જપ્ત


નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ), પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી (ગાંધીનગર) તથા મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈન (દહેગામ ડીવીઝન) દ્વારા પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ.ગોયલે પોતાના તાબાના સ્ટાફને વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા અને શંકાસ્પદ વાહનોની તપાસ માટે નાકાબંધી ગોઠવવા સ્પષ્ટ આદેશો આપ્યા હતા.

આ સૂચનાઓ અનુસાર રખિયાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સરકારી તથા ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ પર હતો.તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી નંબર GJ-18-EG-6836 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ભરીને બાયડથી દહેગામ તરફ જવાની છે. આ બાતમીને આધારે પોલીસે દહેગામ તરફ જતા રોડ પર આવેલા કડજોદરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.

દરમિયાન બાતમીવાળી ક્રેટા ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે પુરપાટ ઝડપે ભગાડી મૂકી હતી. પોલીસે તુરંત જ સરકારી વાહનમાં ગાડીનો પીછો શરૂ કર્યો હતો. લિહોડા ગામના પાટિયાથી ખાનપુર તરફના અંદરના રોડ પર પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારતી વખતે ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવતા તે રોડની બાજુમાં આવેલા તળાવમાં પલટી ખાઈ ગઈ હતી. અંધારાનો લાભ લઈને ગાડીનો અજાણ્યો ચાલક સ્થળ પર જ વાહન મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે ક્રેનની મદદથી તળાવમાં પડેલી ગાડીને બહાર કાઢીને તપાસ કરતા તેમાં વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બિયરના ટીન મળીને કુલ 1,833 નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 3,22,137 ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. 10,00,000 ની કિંમતની ક્રેટા ગાડી મળી કુલ રૂ. 13,22,137 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં નાસી છૂટેલા ક્રેટા ગાડીના અજાણ્યા ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમો વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:

આર.એલ.ગોયલ, પોલીસ ઇન્સ્પેક્ટર, રખિયાલ પોલીસ સ્ટેશન

એ.એસ.આઈ. અશ્વિનભાઈ કોદરભાઈ, બ.ક.નં.1220

અ.હે.કો. વિપુલજી પુંજાજી, બ.ક નં. 1230

અ.પો.કો. અક્ષયસિંહ વિક્રમસિંહ, બ.ક.નં. 1748

અ.પો.કો. જગદીશભાઈ જશુભાઈ, બ. ક. નં. 1971


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -