પોલીસ એક્શન મોડમાં: ફતેપુરા-ડુંગર રોડ પર જોખમી વાહન ડિટેઇન, હવે એસ.ટી. બસ સુવિધા માટે ઉઠી માંગ
વાયરલ વીડિયો બાદ ફતેપુરા પોલીસ એક્શનમાં! જોખમી રીતે બાળકોને લઈ જતાં વાહનચાલક સામે કાર્યવાહી
પોલીસ એક્શન: ફતેપુરાથી ડુંગર રોડ પર ખુલ્લા માલવાહક વાહનમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં શાળાના બાળકોને જોખમી રીતે લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.

વાહન ડિટેઇન: વાયરલ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જોખમી રીતે મુસાફરી કરાવનાર વાહનચાલક સામે ગુનો નોંધી વાહનને ડિટેઇન કર્યું છે.
ચેતવણીરૂપ સંદેશ: ખુલ્લા વાહનમાં બાળકોને લટકાવી, કેબિનમાં તેમજ વાહનની ટોપ (છત) પર બેસાડી માસૂમ બાળકોના જીવ સાથે ચેડાં કરનાર સામે પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરતાં અન્ય બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સ્થાનિકો અને વિદ્યાર્થીઓની મુખ્ય માગો:
નિયમિત બસ સેવા: માત્ર વાહન ડિટેઇન કરવા પૂરતી સીમિત કાર્યવાહી ન રહેવી જોઈએ. વિદ્યાર્થીઓને આવી જોખમી મુસાફરીથી બચાવવા માટે નિયમિત અને સુરક્ષિત એસ.ટી. બસ સુવિધા શરૂ કરવામાં આવે.
મીની બસની વ્યવસ્થા: વિદ્યાર્થીઓને શાળા-કોલેજ આવવા-જવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં એસ.ટી. વિભાગે નક્કર પગલાં લીધાં નથી, તેથી તાત્કાલિક ધોરણે બસ અથવા મીની બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.
તંત્ર સમક્ષ પ્રશ્ન: સ્થાનિકો અને વિદ્યાર્થીઓની વેદના સમજીને લાગતા-વળગતા અધિકારીઓ અને એસ.ટી. વિભાગ તાત્કાલિક ધોરણે આ ગંભીર બાબત પર ધ્યાન આપશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.
અહેવાલ : યાસીર ગુડાલા, દાહોદ
- Advertisement -
- Advertisement -