32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ફતેપુરા : વડવાસ-ડુંગર રોડ પર શાળાના બાળકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ!


ફતેપુરાથી વડવાસ-ડુંગર રોડ પર શાળાએ જવા-આવવા માટે વિદ્યાર્થીઓ ખુલ્લા માલવાહક વાહનમાં ક્ષમતા કરતા વધુ સંખ્યામાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

જોખમી મુસાફરી:

વાયરલ વીડિયોમાં બાળકો વાહનની પાછળ લટકીને તેમજ કેબિન અને ટોપ પર બેસીને મુસાફરી કરતા નજરે પડે છે. અચાનક બ્રેક વાગે કે પગ લપસે તો મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ: ખાનગી વાહનચાલકો દ્વારા વધુ ભાડું કમાવાની લાલચમાં માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

પૂરતી બસ સુવિધા આપવા માંગ: GSRTC માત્ર આવક રળતા લાંબા રૂટ પર ધ્યાન આપવાને બદલે ગામડાઓને મુખ્ય સિટી સાથે જોડતી સ્થાનિક બસ સુવિધા અને મિની બસ શરૂ કરે તેવી લોકમાગ ઉઠી છે.

તંત્ર સામે સવાલો: અવારનવાર રજૂઆતો છતાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પૂરતી એસ.ટી. બસ ન હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. હવે વાયરલ વીડિયો બાદ તંત્ર ક્યારે જાગશે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

હાલ તો આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે રોષ ફેલાયો છે બસ સુવિધા ની લોકમાંગ ઉઠી છે.વાયરલ વીડિયોને લઈને અનેક સવાલો ઊભા થયા છે

અહેવાલ : યાસીર ગુડાલા, દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -