રખિયાલ પોલીસની મોટી કાર્યવાહી: ધારીસણા ગામે ગોચરની જગ્યામાં જુગાર રમતા 4 ઇસમો Rs. 16,800/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા
દહેગામના રખિયાલ પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી હતી.. રખિયાલ પોલીસે ધારીસણા ગામે ગોચરની જગ્યામાં જુગાર રમતા 4 ઇસમો Rs. 16,800/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા..
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ), પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈન (દહેગામ ડિવિઝન) દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ દ્વારા અસરકારક કામગીરી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને, રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ.ગોયલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઉત્તર બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. જગદીશભાઈ જશુભાઈ (Buckle No: 1971) ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, “મોજે-ધારીસણા ગામની સીમમાં આવેલી ગોચરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે પાના પત્તાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે.”
આ બાતમીના આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી જુગાર રમતા નીચે મુજબના ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
અયુબખાન અકબરખાન પઠાણ (ઉ.વ. 54, ધંધો: ખેતી)
અયુબશા દિવાનશા દિવાન (ઉ.વ. 45, ધંધો: ખેતી)
સલીમભાઈ જાકીરહુસૈન મલીક (ઉ.વ. 30, ધંધો: પ્લમ્બિંગ)રહેવાસી: ધારીસણા મુસ્લિમ હોલ સામે, તા. દહેગામ, જી. ગાંધીનગર)
કાળાજી સુરસિંહ ઠાકોર (ઉ.વ. 34, ધંધો: ખેતી, રહેવાસી: આંગજીના મુવાડા તાબે, ધારીસણા, તા. દહેગામ, જી. ગાંધીનગર)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
આરોપીઓની અંગઝડતીમાંથી રોકડ Rs. 15,600/-
દાવ ઉપરથી મળી આવેલ રોકડ Rs. 1,200/-
ગંજી પાના પત્તા નંગ-52
કુલ મુદ્દામાલ (રોકડ): Rs. 16,800
આ કામગીરીમાં સામેલ અધિકારી અને કર્મચારી :
શ્રી આર.એલ.ગોયલ – પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઇ. અશ્વિનભાઈ કોદરભાઈ (Buckle No: 1220)
અ.હે.કો. વિપુલજી પુંજાજી (Buckle No: 1230)
અ.પો.કો. ધર્મેન્દ્રકુમાર ભીખાભાઈ (Buckle No: 639)
અ.પો.કો. પોપટસિંહ બળવંતસિંહ (Buckle No: 1348)
અ.પો.કો. રાહુલકુમાર પ્રફુલભાઈ (Buckle No: 968)
અ.પો.કો. જગદીશભાઈ જશુભાઈ (Buckle No: 1971)
રખિયાલ પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. અને પકડાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
- Advertisement -