28.1 C
Ahmedabad
Tuesday, July 7, 2026

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: ત્રણ જિલ્લા એલર્ટ પર, રાજ્ય સરકારનું ‘મિશન ઝીરો કેઝ્યુઅલ્ટી’


સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવા માટે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

📌 બેઠકના મુખ્ય નિર્ણયો અને સરકારી આદેશો

  • લાઇવ મોનિટરિંગ: કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવકનો લાઈવ રિપોર્ટ મેળવાયો.

  • ઇમરજન્સી એલર્ટ: વીજળી, પાણી પુરવઠો અને રસ્તાઓ બ્લોક થવાની સ્થિતિમાં PGVCL, સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગને સ્ટેન્ડબાય રહેવા આદેશ.

  • આરોગ્ય સુરક્ષા: સંભવિત રોગચાળો અટકાવવા ક્લોરિન ટેબ્લેટ્સ અને ORS નો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ Rapid Response Team કાર્યરત કરવા સૂચના.

  • માનવ સુરક્ષા: જોખમી મકાનો અને હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવા તેમજ આશ્રયસ્થાનોમાં ભોજન-પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ.

📊 જીલ્લાવાર વર્તમાન સ્થિતિનો અહેવાલ

1. અમરેલી જિલ્લો

  • વરસાદની સ્થિતિ: ચાલુ વર્ષે સરેરાશ 12 ઇંચ વરસાદ (કુલ સરેરાશના 42% થી વધુ). છેલ્લા 24 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ.

  • બચાવ કામગીરી: 2 NDRF ની ટીમો તૈનાત. અત્યાર સુધીમાં 76 નાગરિકોનું રેસ્ક્યુ અને 641 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર.

  • વાહનવ્યવહાર: ભારે વરસાદથી બંધ થયેલા 25 રસ્તાઓમાંથી 19 રસ્તાઓ પૂર્વવત કરાયા.

  • ડેમની સ્થિતિ:

    • હાઈ એલર્ટ: ધાતરવડી (100%), સુરજવાડી (100%), ખોડીયાર (96%), રાયડી (95%).

    • એલર્ટ: ધાતરવાડી-2 (89%).

    • વોર્નિંગ લેવલ: શેલ-દેદુમલ (78%).

2. ભાવનગર જિલ્લો

  • વરસાદની સ્થિતિ: ચાલુ વર્ષે સરેરાશ 8 ઇંચ વરસાદ (કુલ સરેરાશના 30% થી વધુ). છેલ્લા 24 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ.

  • બચાવ કામગીરી: 1 NDRF ની ટીમ તૈનાત. રેસ્ક્યુ કરાયેલા લોકો માટે 982 આશ્રય સ્થળો નિયત. 859 આપદા મિત્રોને વિશેષ તાલીમ અપાઈ.

  • મેજર રેસ્ક્યુ: મહુવાના ઓથા ગામે માલણ નદીના પૂરમાં તણાયેલી કારમાંથી અમદાવાદના 8 નાગરિકોને સુરક્ષિત બચાવાયા.

  • વાહનવ્યવહાર: રાજ્ય હસ્તકના તમામ 74 રસ્તાઓ ચાલુ. પંચાયતના બંધ 7 રસ્તાઓ પર ડાયવર્ઝન આપવાની કામગીરી ચાલુ.

  • ડેમની સ્થિતિ:

    • હાઈ એલર્ટ: માલણ (100%), શેત્રુંજી (100%), રોજકી (98%), રંઘોળા (96%).

3. રાજકોટ જિલ્લો

  • વરસાદની સ્થિતિ: ચાલુ વર્ષે સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદ (કુલ સરેરાશના 18% થી વધુ). છેલ્લા 24 કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ.

  • બચાવ કામગીરી: 1 NDRF અને 1 SDRF ની ટીમ તૈનાત.

  • વહીવટી આયોજન: દરેક તાલુકામાં સુદ્રઢ સંકલન માટે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના લાયઝન અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા Rapid Response Team ની રચના.

  • ડેમની સ્થિતિ:

    • વોર્નિંગ લેવલ: વેણુ-2 (76%), આજી-2 (73%).

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ (શૂન્ય જાનહાનિ) ના અભિગમ સાથે કામ કરી રહી છે. તમામ વિભાગો પરસ્પર સંકલનમાં છે. જનતાને પણ વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ છે. — જીતુભાઈ વાઘાણી (પ્રભારી મંત્રી)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -