30.2 C
Ahmedabad
Thursday, July 2, 2026

હોલીવુડની જાણીતી અભિનેત્રીનું 35 વર્ષની વયે એઇડ્સથી દર્દનાક મોત; 10 વર્ષથી ક્યાં ગાયબ હતી આ હિરોઇન?


હોલીવુડમાંથી આવેલા એક દુઃખદ સમાચારથી વિશ્વભરના સિનેમાપ્રેમીઓ આઘાતમાં સરી પડ્યા છે. જાણીતી અભિનેત્રી અને વૉઇસ આર્ટિસ્ટ ડેવે ચેઝ (Daveigh Chase) ના અવસાન અંગે હવે સત્તાવાર માહિતી સામે આવી છે. 35 વર્ષીય અભિનેત્રીનું અવસાન 16 જૂન 2026 ના રોજ થયું હતું.. પરંતુ તે સમયે તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું. હવે લોસ એન્જલસ કોરોનર ઓફિસના રિપોર્ટે આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે.

ગંભીર સંક્રમણ અને AIDS બન્યું મોતનું કારણ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવે ચેઝનું મૃત્યુ એઇડ્સ (AIDS) ને કારણે ઊભી થયેલી ગંભીર સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે થયું હતું. બીમારીની સાથે-સાથે ઇન્ફેક્શન અને લાંબા સમયથી ચાલી આવતી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓએ તેમની સ્થિતિ અત્યંત ગંભીર બનાવી દીધી હતી.

મેડિકલ રિપોર્ટ અનુસાર, તેમની મોતના મુખ્ય કારણોમાં નીચેની બાબતો સામેલ હતી:

• એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS)
• બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ (મગજનો તાવ)
• સેપ્ટિક શૉક અને લોહીનું ગંભીર સંક્રમણ (બ્લડ ઇન્ફેક્શન)

જૂન 2026 માં ડેવે ચેઝની તબિયત ઝડપથી બગડવા લાગી હતી. અત્યંત વજન ઘટી જવાના કારણે અને કુપોષણની સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન આ ગંભીર બીમારીઓની ખબર પડી હતી.

ઝળહળતી કારકિર્દી પાછળ છુપાયેલું દર્દ

ડેવે ચેઝ એક સમયે હોલીવુડની સૌથી પ્રતિભાશાળી યુવા અભિનેત્રીઓમાં ગણાતી હતી.
તેમણે ડિઝનીની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ‘Lilo & Stitch’ માં પોતાનો અવાજ આપીને બાળકોમાં ખાસ ઓળખ બનાવી હતી.

હોરર ફિલ્મ ‘The Ring’ માં ‘સમારા મોર્ગન’ ના તેમના ડરામણા પાત્રને દર્શકો આજે પણ ભૂલ્યા નથી.તેમણે ચર્ચિત ફિલ્મ ‘Donnie Darko’ અને ટીવી શોઝમાં પણ શાનદાર કામ કર્યું હતું.પરંતુ કેમેરાની ચમક પાછળ તેમની અંગત જિંદગી મુશ્કેલીઓથી ઘેરાયેલી હતી.

પરિવારથી કેમ દૂર થઈ ગઈ હતી અભિનેત્રી?

ડેવે ચેઝના પિતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેમની પુત્રી ઘણા વર્ષોથી પરિવારથી દૂર રહેતી હતી અને તેમની વચ્ચે લાંબા સમયથી કોઈ સંપર્ક નહોતો. પરિવારના નજીકના લોકોના જણાવ્યા મુજબ, ડેવેને બાળપણથી જ માનસિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. માતા-પિતાનું અલગ થવું અને ઘરની પરિસ્થિતિઓએ તેમના જીવનને ખૂબ પ્રભાવિત કર્યું હતું.

નશાની લત અને બેઘર થવા સુધી પહોંચી જિંદગી:

એક્ટિંગથી દૂરી બનાવ્યા પછી ડેવે ચેઝની જિંદગી વધુ મુશ્કેલ બની ગઈ. આર્થિક અને સામાજિક તંગીના કારણે એક સમય એવો આવ્યો જ્યારે તે બેઘર (Homeless) થઈ ગઈ હતી. અને લોસ એન્જલસની સડકો પર દિવસો વિતાવવા પડ્યા હતા. તે લાંબા સમયથી નશાની લત સામે પણ ઝઝૂમી રહી હતી.

કાનૂની વિવાદો અને બોયફ્રેન્ડનો ભાવુક મેસેજ

પોતાની કારકિર્દીના અંતિમ વર્ષોમાં ડેવે ચોરીની ગાડીમાંથી પકડાવા અને ડ્રગ્સ રાખવાના આરોપો જેવા કાનૂની વિવાદોમાં પણ સપડાઈ હતી. આ કારણે વર્ષ 2016 પછી તે ફિલ્મ જગતમાંથી લગભગ ગાયબ જ થઈ ગઈ હતી.

તેમના અવસાન બાદ તેમના બોયફ્રેન્ડ રોય હર્નાન્ડેઝે એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. રોયે જણાવ્યું કે, ડેવેએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. છતાં તે હંમેશા એક સારી જિંદગીની આશા રાખતી હતી. તેણે હંમેશા ડેવેને પ્રેમ અને સુરક્ષા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

એક પ્રતિભાશાળી કલાકારનો કરુણ અંત

માત્ર 35 વર્ષની નાની ઉંમરે હોલીવુડની આ અભિનેત્રીનું અવસાન તેના ચાહકો માટે એક મોટો આઘાત છે. ગ્લેમરની દુનિયાની પાછળ છુપાયેલું અંધારું, નશાની લત, એકલતા અને ગંભીર બીમારીઓએ આખરે એક શાનદાર કલાકારનો જીવ લઈ લીધો. પાત્રો દ્વારા તેઓ હંમેશા સિનેમા જગતમાં જીવંત રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -