33.2 C
Ahmedabad
Wednesday, July 1, 2026

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો: કોમર્શિયલ સિલિન્ડર ₹183.50 સસ્તો થયો, જુઓ નવી રેટ લિસ્ટ


જુલાઈ મહિનો તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મહિનાના પહેલા જ દિવસે એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી એટલે કે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમતમાં ₹183.50 સુધીનો ભારે ઘટાડો કર્યો છે. જો કે, ઘરગથ્થુ રસોઈ ગેસ (ડોમેસ્ટિક સિલિન્ડર)ની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ અને ઢાબા માલિકોને મોટી રાહત મળશે, તેમજ બહાર જમવું હવે સસ્તું થઈ શકે છે.

મુખ્ય શહેરોમાં નવી કિંમતો

  • દિલ્હી: રેસ્ટોરન્ટ અને ઢાબા ચલાવનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. 19 કિલોવાળો કોમર્શિયલ સિલિન્ડર ₹183.50 ઘટીને હવે ₹2,930 થઈ ગયો છે. જ્યારે 14.2 કિલોનો ઘરગથ્થુ સિલિન્ડર કોઈ પણ ફેરફાર વગર ₹942 પર સ્થિર છે.

  • લખનૌ (ઉત્તર પ્રદેશ): અહીં કોમર્શિયલ સિલિન્ડર જે ગઈકાલ સુધી ₹3,236 માં મળતો હતો, તે આજથી ઘટીને ₹3,052.50 થઈ ગયો છે. જ્યારે ઘરગથ્થુ સિલિન્ડરનો રેટ કોઈ પણ ફેરફાર વગર ₹979.50 પર યથાવત છે.

જુદા જુદા રાજ્યોમાં નવી રેટ લિસ્ટ (ઘરગથ્થુ સિલિન્ડર | કોમર્શિયલ સિલિન્ડર)

નીચેના કોષ્ટકમાં પ્રથમ કિંમત ઘરગથ્થુ (14.2 કિલો) અને બીજી કિંમત કોમર્શિયલ (19 કિલો) સિલિન્ડરની છે (કૌંસમાં ઘટાડો દર્શાવ્યો છે):

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

ઘરગથ્થુ ગેસ કિંમત (14.2 કિલો)

કોમર્શિયલ ગેસ કિંમત (19 કિલો)

ગુજરાત

₹949.50 (0.00)

₹2,990.00 (-₹183.00)

દિલ્હી

₹942.00 (0.00)

₹2,930.00 (-₹183.50)

અંદમાન અને નિકોબાર

₹1,018.00

₹3,415.50 (-₹128.50)

આંધ્ર પ્રદેશ

₹966.50 (0.00)

₹3,128.00 (-₹175.50)

અરુણાચલ પ્રદેશ

₹1,007.50 (0.00)

₹3,205.00 (-₹173.00)

આસામ

₹991.00 (0.00)

₹3,173.50 (-₹173.50)

બિહાર

₹1,031.50 (0.00)

₹3,227.00 (-₹173.00)

ચંદીગઢ

₹951.50 (0.00)

₹2,954.50 (-₹181.50)

છત્તીસગઢ

₹1,013.00 (0.00)

₹3,171.00 (-₹175.50)

ગોવા

₹956.00 (0.00)

₹3,012.50 (-₹181.50)

નોંધ: જો કે આજનો આ ઘટાડો માત્ર 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરો માટે જ કરવામાં આવ્યો છે. જેનાથી બહાર ખાવા-પીવાનું થોડું સસ્તું થઈ શકે છે. પરંતુ બજારના નિષ્ણાતોનું માનવું છે કે, જો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને એલપીજીની કિંમતોમાં ઘટાડાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે. તો ટૂંક સમયમાં જ સામાન્ય ગ્રાહકોને ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ રાહત જોવા મળી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -