31.9 C
Ahmedabad
Wednesday, July 1, 2026

‘કાગળ પરની રમત બંધ કરો…’, PM મોદીએ 4 કલાક સુધી લીધી ઉચ્ચ અધિકારીઓની ક્લાસ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની અમલદારશાહી (બ્યુરોક્રેસી) અને ઉચ્ચ અધિકારીઓને એક ખૂબ જ કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના સચિવો (સેક્રેટરીઝ) સાથે લગભગ 4 કલાક સુધી એક મેરેથોન બેઠક કરી હતી. આ હાઈ-લેવલ ‘ક્લાસ’માં પ્રધાનમંત્રીએ એક-એક વિભાગની કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને સીધો સવાલ કર્યો કે, અત્યાર સુધી જે નિર્ણયો લેવામાં આવ્યા તેની જમીની સ્તરે શું અસર થઈ અને તેનાથી કેટલા સામાન્ય લોકોને ફાયદો પહોંચ્યો?

પ્રધાનમંત્રીનું સ્પષ્ટપણે કહેવું હતું કે, હવે સરકારનું ફોકસ માત્ર નીતિઓ બનાવવા પર નથી. પરંતુ ધરાતલ (ગ્રાઉન્ડ) પર દેખાતા તેના પરિણામો પર છે.

ફાઇલોમાંથી બહાર નીકળે સરકારી યોજનાઓ – PM

બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સચિવોને નિર્દેશ આપ્યા કે તેઓ સરકારી યોજનાઓને માત્ર ફાઇલો અને કાગળો સુધી સીમિત ન રાખે. તેમણે કહ્યું કે,

“કોઈપણ યોજનાની સફળતાનો અસલી માપદંડ તેની ફાઈલની જાડાઈ નથી, પરંતુ સામાન્ય નાગરિકોના જીવન પર પડતી તેની સકારાત્મક અસર છે.”

બદલાવ એવો હોવો જોઈએ જે સામાન્ય માણસને તેની રોજિંદી જિંદગીમાં અનુભવાય. તેમણે અધિકારીઓને યોજનાઓના અમલીકરણની ગતિ તેજ કરવા અને સરકારી નિર્ણયોનો લાભ સમયસર જનતા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -