37.2 C
Ahmedabad
Sunday, June 28, 2026

ખેડૂતો માટે રાહતના સમાચાર: અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે!


ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે ચિંતામુક્ત કરનારા મોટા સમાચાર આપ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવ અને હવામાં ભેજ ઓછો હોવાને કારણે અત્યાર સુધી વરસાદ લાંબો ખેંચાયો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આજથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે અને કાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ વેગ પકડશે.

📅 ક્યારે અને ક્યાં તૂટી પડશે વરસાદ?

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૯ જૂનથી ૭ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વ્યાપક વરસાદ નોંધાશે:

  • ૨ અને ૩ જુલાઈ: સમગ્ર ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે.

  • ૩ અને ૪ જુલાઈ: બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જે આગળ જતાં ‘ડીપ ડિપ્રેશન’માં ફેરવાઈ શકે છે.

  • અષાઢી દૂજ (રથયાત્રા): પવિત્ર રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક ભારે વરસાદની સંભાવના છે.

📍 કયા વિસ્તારો માટે કેવું એલર્ટ?

  • દક્ષિણ ગુજરાત: ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.

  • મધ્ય ગુજરાત: પંચમહાલ, મહિસાગર અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં ૪ થી ૬ ઈંચ વરસાદ ખાબકી શકે છે, જેનાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

🌊 નર્મદા નદીમાં પૂરના એંધાણ: ૪ જુલાઈ પછી મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો થશે. આ ઉપરાંત, ૧૬ જુલાઈની આસપાસ મધ્યપ્રદેશ-રાજસ્થાન સરહદે અને ૨-૩ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે.

🌾 ચિંતિત ખેડૂતો માટે ‘આશાનું કિરણ’

બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડતાં જગતનો તાત ભારે મુંઝવણમાં છે. ખાસ કરીને દાંતીવાડા ડેમની નહેર પર આધારિત પાલનપુર અને ગઢ પંથકના ૪૦થી વધુ ગામોના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. નહેરો હોવા છતાં પાણી ન મળવાને કારણે અને સિંચાઈની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી મોંઘા બિયારણ-ખાતર ધોવાઈ જવાનો ડર હતો.આ કપરા સમયે અંબાલાલ પટેલની આ ધમાકેદાર વરસાદની આગાહી ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -