32.5 C
Ahmedabad
Friday, June 26, 2026

62 વર્ષની ઉંમરે સુપરમોડલ જીજી હદીદની માતાએ કરી સગાઈ: ગુપ્ત રિલેશનશિપ બાદ બિઝનેસમેન સાથે લીધા અણધાર્યા ફેરા


સુપરમોડલ જીજી હદીદ અને બેલા હદીદની માતા યોલાન્ડા હદીદની સગાઈના સમાચારે સોશિયલ મીડિયા અને ગ્લેમર જગતમાં ભારે ચર્ચા જગાવી છે. 62 વર્ષીય યોલાન્ડાએ પોતાના નવા સંબંધોને અત્યાર સુધી મીડિયા અને દુનિયાની નજરોથી સંપૂર્ણપણે ગુપ્ત રાખ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોલાન્ડાએ જાણીતા બિઝનેસમેન રેન્ડી કેન્ડ્રિક સાથે સગાઈ કરી લીધી છે. આ પહેલાં યોલાન્ડાએ જોસેફ ઝિંગોલી સાથે સગાઈ કરી હતી. પરંતુ કોઈ કારણોસર તેમનો એ સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો. અને બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા.

પ્રખ્યાત સેલિબ્રિટી ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, બિઝનેસમેન રેન્ડી કેન્ડ્રિકે ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ યોલાન્ડાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જેનો યોલાન્ડાએ સહર્ષ સ્વીકાર કર્યો છે. અત્યાર સુધી રેન્ડી અને યોલાન્ડા ડેટિંગ કરી રહ્યા હોવાની આશંકા ક્યારેય સામે આવી ન હતી. આ બંને કપલને માત્ર એક કે બે વાર જ સાર્વજનિક સ્થળોએ સાથે જોવામાં આવ્યા હતા, પરંતુ તેમની વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે. તેવી અટકળો ક્યારેય સિને જગતમાં ઉડી ન હતી. આ જ કારણે અચાનક સામે આવેલા સગાઈના આ સમાચારે ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

યોલાન્ડા હદીદના અંગત જીવનની વાત કરીએ તો, રેન્ડી કેન્ડ્રિક તેમના ચોથા પાર્ટનર છે. વ્યવસાયે રિયલ એસ્ટેટ કિંગ ગણાતા રેન્ડી કેન્ડ્રિક ઘણી કંપનીઓના સ્થાપક (ફાઉન્ડર) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, યોલાન્ડા અગાઉ બે વાર છૂટાછેડા લઈ ચૂક્યા છે. તેમણે વર્ષ 1994માં મોહમ્મદ હદીદ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. અને વર્ષ 2000માં તેમના છૂટાછેડા થયા હતા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો જીજી, બેલા અને અનવર છે. ત્યારબાદ વર્ષ 2011માં તેમણે મ્યુઝિક પ્રોડ્યુસર ડેવિડ ફોસ્ટર સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ પણ વર્ષ 2017માં છૂટાછેડા સાથે અંત પામ્યો હતો. હવે જોસેફ ઝિંગોલી સાથે સગાઈ તૂટ્યા બાદ યોલાન્ડા રેન્ડી સાથે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -