31.1 C
Ahmedabad
Tuesday, June 16, 2026

જયપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: વિરોધ પ્રદર્શન વચ્ચે CJPના સ્થાપક અભિજીત દીપકે પર તાબડતોડ થપ્પડોનો વરસાદ


રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અહીં વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દે યોજાયેલા જાહેર વિરોધ પ્રદર્શન દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર એક અજ્ઞાત યુવકે ઓચિંતો હુમલો કરી દીધો હતો. ભારે ભીડ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘૂસેલા આ યુવકે નેતાને એક પછી એક કેટલીય થપ્પડો ઝીંકી દીધી હતી. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.

ખભા પર બેઠેલા નેતા પર અચાનક તૂટી પડ્યો યુવક

મળતી વિગતો મુજબ, કોકરોચ જનતા પાર્ટી તરફથી NEET પેપર લીક, કથળેલી શિક્ષણ વ્યવસ્થા અને વધતી બેરોજગારી જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને જયપુરના શહીદ સ્મારક ખાતે એક મહા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટ્યા હતા.

જેવા જ પક્ષના વડા અભિજીત દીપકે પ્રદર્શન સ્થળે પહોંચ્યા, કે તરત જ ઉત્સાહિત સમર્થકોએ નારેબાજી કરતા તેમને પોતાના ખભા પર બેસાડી દીધા હતા. આ દરમિયાન ભીડનો લાભ લઈને ત્રણ શંકાસ્પદ યુવકો આગળ આવ્યા, જેમાંથી એકે અચાનક આગળ વધીને અભિજીત પર જોરદાર લફડાબાજી શરૂ કરી દીધી હતી.

હુમલાખોરની જનતા શુધ્ધિ: પોલીસે માંડ-માંડ બચાવ્યો

આ અણધારી ઘટનાથી સ્તબ્ધ થયેલા સમર્થકો અને પ્રદર્શનકારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ તુરંત જ તે હુમલાખોર યુવકને પકડી પાડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેની ભારે ધુલાઈ કરી નાખી હતી. માહોલ વધુ બગડતો જોઈ ત્યાં તૈનાત પોલીસે તાત્કાલિક દખલગીરી કરી, પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને આરોપી યુવકને ટોળામાંથી છોડાવી કસ્ટડીમાં લઈ વિધાયકપુરી પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો.

અજંપાભરી સ્થિતિ: આ થપ્પડ કાંડ પહેલા પણ આંદોલન સ્થળ પર કેટલાક જૂથો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર અને ધક્કામુક્કી થઈ હતી, જેમાં પોલીસે એક યુવકની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો હતો.

આંદોલનમાં ચોરોનો અડ્ડો: ભીડ વચ્ચેથી લાખોના મોબાઈલ ગાયબ

એક તરફ પ્રદર્શનમાં હંગામો ચાલી રહ્યો હતો. તો બીજી તરફ શાતિર ખિસ્સાકાતરૂઓએ ભીડનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ધરણા સ્થળ પરથી એક પછી એક અનેક વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓના મોંઘા મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની બૂમો ઉઠી હતી…ચોરીની ફરિયાદોનો ગ્રાફ એટલો વધી ગયો કે આયોજકોએ મંચ પરથી આંદોલન પડતું મૂકીને લોકોને પોતાના કિંમતી સામાન અને પાકીટ સાચવવા તથા ખિસ્સાકાતરૂઓથી સાવધ રહેવાની વારંવાર માઈક પર જાહેરાત કરવી પડી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -