38.7 C
Ahmedabad
Saturday, June 13, 2026

ચીનમાં રહસ્યમય વિસ્ફોટે ઇમારતો ધ્રુજાવી, 17થી વધુ ઘાયલ: ગેસ લીકેજની શક્યતા નકારાતા હાઈ-લેવલ તપાસ શરૂ


ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુઆંગ્શી (Guangxi) પ્રાંતની શિંગઆન કાઉન્ટીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે થયેલા એક જોરદાર અને રહસ્યમય વિસ્ફોટમાં અંદાજે 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા. જ્યારે 17થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસની મજબૂત ઇમારતોના માળખા પણ હચમચી ગયા હતા અને કેટલાય કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો.

મધ્યરાત્રિએ સર્જાયો વિનાશ, યુદ્ધના ધોરણે બચાવ કાર્ય

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વિનાશક ઘટના લિંગઝિયાંગ રોડ પર મધ્યરાત્રિએ આશરે 1:40વાગ્યે બની હતી. જ્યારે મોટાભાગના નાગરિકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા ચાઈનીઝ પ્રશાસને લીધેલા તાત્કાલિક પગલાં:

  • ઓન-સાઇટ કમાન્ડ સેન્ટર: રાહત કામગીરી પર સીધી નજર રાખવા માટે ઘટનાસ્થળે જ તાત્કાલિક કમાન્ડ સેન્ટર ઊભું કરાયું હતું.

  • ૪ વખત મેગા સર્ચ ઓપરેશન: કાટમાળ નીચે કોઈ નાગરિક દબાયેલો ન રહે તે માટે સ્નિફર ડોગ્સની મદદથી સતત ચાર વખત સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

  • ઘાયલોની સ્થિતિ: કાટમાળમાંથી બહાર કઢાયેલા 17 ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાઇટેક હોસ્પિટલમાં ખસેડાયા..તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું.

ગેસ પાઇપલાઇન લીકેજનો દાવો નકારાયો, રહસ્ય હજુ અકબંધ

શરૂઆતમાં એવા તારણો લગાવવામાં આવી રહ્યા હતા કે આ બ્લાસ્ટ રહેણાંક વિસ્તારની કોઈ અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ખામીને કારણે થયો હોઈ શકે છે. પરંતુ સેફ્ટી ઇન્સ્પેક્ટરો અને સ્થાનિક સત્તાવાળાઓએ ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કર્યા બાદ આ શંકાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

ગેસ લીકેજની શક્યતા નકારાતા હવે આ વિસ્ફોટ કોઈ પ્રતિબંધિત કેમિકલ કે વિસ્ફોટક સામગ્રીના કારણે થયો છે કે, કેમ, તે રહસ્ય વધુ ઘેરૂં બન્યું છે. હાલ ચાઈનીઝ મિલિટરીના કેમિકલ એક્સપર્ટ્સ અને સ્ટેટ ફોરેન્સિક લેબની ખાસ ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. આ ભયાનક વિસ્ફોટ પાછળ કોઈ આતંકી કે ગુનાહિત કાવતરૂં છે કે, નહીં તે જાણવા માટે સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -