ફિફા વર્લ્ડ કપ 2026: ઓપનિંગ સેરેમનીમાં શકીરા અને બર્ના બોય મચાવશે ધૂમ, ‘Dai Dai’ ઓફિશિયલ ગીત પર જોવા મળશે જુગલબંધી

ફૂટબોલ રસિકો માટે વૈશ્વિક મંચ પરથી એક ખૂબ જ મોટા અને ઉત્સાહભર્યા સમાચાર સામે આવ્યા છે. પોપ સ્ટાર શકીરા અને નાઇજીરિયાના પ્રખ્યાત સિંગર બર્ના બોય ૨૦૨૬ ના ફિફા (FIFA) વર્લ્ડ કપની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં એકસાથે સ્ટેજ ગજવશે. ફિફા દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ બંને વૈશ્વિક કલાકારો વિશ્વના અન્ય દિગ્ગજ સ્ટાર્સ સાથે સ્ટેજ શેર કરતા જોવા મળશે.
‘Dai Dai’ ઓફિશિયલ સોંગ અને વીડિયો શૂટ શકીરા અને બર્ના બોય ફિફા ૨૦૨૬ ના સત્તાવાર ગીત ‘Dai Dai’ પર સાથે કામ કરી રહ્યા છે. આ ગીતનું ઓડિયો વર્ઝન ૧૬ મેના રોજ રિલીઝ થઈ ચૂક્યું છે અને તેને શ્રોતાઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ મ્યુઝિક વીડિયોનું શૂટિંગ મિયામીમાં કરવામાં આવ્યું છે. વીડિયોની ખાસ વાત એ છે કે, તેમાં શકીરા મેક્સિકો સિટીના પ્રખ્યાત ‘એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ’ ની ઉપર ઊભેલી દેખાશે અને રણના વિસ્તારમાં આફ્રિકન બાળકો સાથે ડાન્સ કરતી નજરે પડશે, ત્યારબાદ બર્ના બોયની ધમાકેદાર એન્ટ્રી થશે. ઉલ્લેખનીય છે કે, શકીરા આ પહેલા પણ ફૂટબોલ વર્લ્ડ કપના સુપરહિટ ગીત ‘વાકા વાકા’ (Waka Waka) થી સમગ્ર દુનિયાને પોતાની દીવાની બનાવી ચૂકી છે.
વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર યોજાશે ‘ફાઇનલ હાફ-ટાઇમ શો’ આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ મેક્સિકો સિટી સ્ટેડિયમથી થશે. શકીરા ૧૯ જુલાઈએ ન્યૂયોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાનારા ફાઇનલ મુકાબલા દરમિયાન, વર્લ્ડ કપના ઇતિહાસના સર્વપ્રથમ ‘ફાઇનલ હાફ-ટાઇમ શો’ માં મુખ્ય કલાકાર તરીકે પર્ફોર્મ કરશે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ નું આયોજન ૧૧ જૂનથી ૧૯ જુલાઈ ૨૦૨૬ દરમિયાન સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થઈ રહ્યું છે.
ફિફાનું અત્યાર સુધીનું સૌથી મોટું મ્યુઝિક આલ્બમ ફિફા ૨૦૨૬ માટે એક વિશેષ મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૧૮ ગીતોનો સમાવેશ થાય છે અને તેને ૫ જૂનના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ આલ્બમમાં વિશ્વભરની વિવિધ મ્યુઝિક સ્ટાઇલ (જેવી કે કે-પોપ, એફ્રોબીટ્સ, લેટિન અને હિપ-હોપ) ના ટોચના કલાકારોની જુગલબંધી સાંભળવા મળશે:
-
લિસા, અનિતા અને રેમા: આ ત્રણેય કલાકારો ‘ગોલ્સ’ (Goals) ગીત પર એકસાથે ધૂમ મચાવશે.
-
ફ્યુચર અને ટાયલા: આ જોડી ‘ગેમ ટાઇમ’ (Game Time) ગીત ગાશે.
-
મેજર લેઝર, નેલી ફર્ટાડો અને ડેવિડો: આ ત્રિપુટી ‘નો પ્લેસ લાઈક હોમ’ ગીતમાં જોવા મળશે.
-
આયરા સ્ટાર અને લેટો: આ બંને કલાકારો ‘શો મી’ ટ્રેક પર સાથે જોવા મળશે.
ઈન્ટરનેટ સેન્સેશનની સરપ્રાઇઝ એન્ટ્રી આ ભવ્ય કલાકારોની યાદીમાં પ્રખ્યાત ઇન્ટરનેટ પર્સનાલિટી ‘IShowSpeed’ નું નામ પણ સામેલ છે, જે ‘ચેમ્પિયન’ નામના ટ્રેક પર પર્ફોર્મ કરતો જોવા મળશે. આ ઉપરાંત સ્ટોર્મજી, ધ રોલિંગ સ્ટોન્સ અને ડેડી યાન્કી જેવા દિગ્ગજ કલાકારો પણ આ મેગા મ્યુઝિક આલ્બમનો એક મહત્વનો ભાગ છે.
- Advertisement -
- Advertisement -