41.9 C
Ahmedabad
Sunday, June 7, 2026

સમાજ ઉત્કર્ષનું ભગીરથ પગલું: અર્બુદા ચૌધરી સમાજ તલોદ દ્વારા સમૂહ લગ્નના પુનઃ આયોજન માટે મહામંથન!


શ્રી અર્બુદા ચૌધરી સમાજ વિકાસ મંડળ, તલોદ વિભાગના નેજા હેઠળ હંમેશાં વિવિધ સમાજલક્ષી અને પ્રગતિશીલ પ્રવૃત્તિઓ વેગવંત રહી છે. સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે અત્યંત મહત્વપૂર્ણ અને લોકઉપયોગી એવા “સમૂહ લગ્ન” કાર્યક્રમનું ઘણા સમયથી આયોજન થઈ શક્યું ન હતું. આ બાબતને ગંભીરતાથી લઈ, તાજેતરમાં મળેલી જનરલ સભામાં સમાજના વડીલો અને હોદ્દેદારો દ્વારા એક નવીન સમિતિની રચના કરવામાં આવી છે.

આ નવીન સમિતિ દ્વારા કંઈક નવું કરવાના આશય સાથે, સમાજના દરેક ગામના વડીલો, યુવાનો, માતાઓ અને બહેનોના વિચારો તથા અભિપ્રાયો મેળવવા માટે એક ભવ્ય અને સામૂહિક મીટિંગોના દોરનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય ઉદ્દેશ: સમાજના દરેક વર્ગને સાથે રાખી, સબળ ચર્ચા-વિચારણા કરી સમૂહ લગ્નનું પુનઃ આયોજન અભૂતપૂર્વ રીતે સફળ બનાવવું.

ગામ વાઇઝ મિટિંગોનું સમયપત્રક (જૂન – 2026)

સમાજના તમામ ગામોને આવરી લેતું વિસ્તૃત આયોજન નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
તારીખ અને વાર મિટિંગમાં જોડાનાર ગામોની યાદી

08/06/2026, સોમવાર ૧. રખિયાલ, ૨. સામેત્રી, ૩. સાંપા
12/06/2026, શુક્રવાર ૧. બોભા, ૨. તાજપુર (ઓરણ)
14/06/2026, રવિવાર ૧. પાટનાકુવા, ૨. નવા તથા જૂના બાબરા, ૩. ધનિયોલ, ૪. ઉદણ
17/06/2026, બુધવાર ૧. વાવ, ૨. પડુસન, ૩. અણિયોડ
21/06/2026, રવિવાર ૧. નાના ચેખલા, ૨. જશનપુર, ૩. કઠવા
24/06/2026, બુધવાર ૧. ગોરા, ૨. આંજણા
26/06/2026, શુક્રવાર ૧. ફતેપુર, ૨. મેમદપુર
30/06/2026, મંગળવાર ૧. તલોદ, ૨. તાજપુર કેમ્પ

🤝 નમ્ર અપીલ
સમાજના વિકાસ અને એકતાના આ ભગીરથ કાર્યમાં આપનો એક વિચાર અને સાથ-સહકાર અત્યંત કિંમતી છે. જે-તે ગામના નિર્ધારિત દિવસે સમાજના સૌ જ્ઞાતિ બંધુઓને, માતાઓ-બહેનોને અને યુવા મિત્રોને મોટી સંખ્યામાં હાજર રહી, પોતાના અમૂલ્ય સૂચનો આપી આગામી આયોજનને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ છે.

સૌને રામ રામ… 🙏
લિ.
શ્રી અર્બુદા ચૌધરી સમાજ વિકાસ મંડળ, તલોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -