નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” રિપોર્ટના આધારે વર્ષ 2024 દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોના ગુનાહિત આંકડાઓનું તુલનાદિલ્હીત્મક વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સુદ્રઢ છે, જે નાગરિકોને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે.
રાજ્યની સલામતી અને પોલીસની સજાગતા
વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ (ગુનાખોરીનો દર) 252.3 નોંધાયો છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત એકંદરે 12મા ક્રમે આવે છે.
પ્રોહિબિશન (દારૂબંધી) ડ્રાઈવની વાસ્તવિકતા: ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં હોવાથી, ગુજરાત પોલીસ દ્વારા ગુના નિવારણના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. રાજ્યમાં દારૂ ગાળવો, વેચવો, હેરફેર કરવો કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ પોતે સામેથી (સ્વતઃ સંજ્ઞાન લઈને) દર વર્ષે લાખો કેસો દાખલ કરે છે. NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ (SLL) ના કેસો પણ તેમાં ઉમેરાય છે. પોલીસની આ સક્રિયતાના કારણે કુલ આંકડો ઊંચો દેખાય છે, જે વાસ્તવમાં પોલીસની સજાગતા દર્શાવે છે. જો આ દારૂબંધીના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે.
વર્ગીકૃત આંકડાકીય વિશ્લેષણ (મુખ્ય કેટેગરીઓ)
NCRB રિપોર્ટ અનુસાર અલગ-અલગ કેટેગરીમાં ગુજરાતની સ્થિતિ નીચે મુજબ છે (નોંધ: ક્રમાંક જેટલો પાછળ (મોટો), તેટલો ગુનાખોરીનો દર ઓછો અને રાજ્ય વધુ સુરક્ષિત):
1. મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુના
-
મહલાઓ વિરૂદ્ધના ગુના: મહિલા સુરક્ષા બાબતે ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો દર 64.6 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 22.0 છે. આ કેટેગરીમાં ગુજરાત દેશમાં 33મા સ્થાને છે, જે ખૂબ જ નીચો ગુનાખોરી દર દર્શાવે છે.
-
બાળકો વિરૂદ્ધના ગુના: બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 42.3 સામે ગુજરાતનો ક્રાઈમ રેટ 25.8 છે અને ગુજરાત દેશમાં 29મા ક્રમે છે.
2. હિંસાત્મક અને શરીર સંબંધી ગુના
-
હિંસાત્મક ગુનાઓ: ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, અપહરણ, લૂંટ અને ધાડ જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 16.5 નોંધાયો છે, જેમાં ગુજરાત 31મા સ્થાને છે.
-
શરીર વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય ક્રાઈમ રેટ 62.1 ની સરખામણીએ ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે 24.7 છે, જે અંતર્ગત ગુજરાત 31મા ક્રમે છે.
3. મિલકત વિરૂદ્ધના ગુના
-
મિલકત વિરૂદ્ધના ગુના: ચોરી, ઘરફોડ, લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં દેશનો સરેરાશ રેટ 57.9 છે, જ્યારે ગુજરાતનો રેટ 30.4 છે. ગુજરાત આ કેટેગરીમાં 23મા સ્થાને છે.
ગંભીર ગુનાઓનો તુલનાત્મક આંકડો (કોષ્ટક)
ગુનાનો પ્રકાર |
ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ (રાષ્ટ્રીય સરેરાશ) |
ગુજરાતનો ક્રાઈમ રેટ |
36 રાજ્યો/UTs માં ગુજરાતનો ક્રમ |
ખૂન (Murder) |
1.9 |
1.3 |
29 મો ક્રમ |
બળાત્કાર (Rape) |
4.3 |
1.9 |
29 મો ક્રમ |
અપહરણ (Kidnapping) |
6.8 |
1.7 |
26 મો ક્રમ |
ઘરફોડ (Burglary) |
7.7 |
4.1 |
27 મો ક્રમ |


