સ્વાદ પાછળની આડઅસર: કેરી ખાવાના આ 6 ગંભીર નુકસાન વિશે જાણો છો?

ફળોનો રાજા કેરી (King of Fruits) પોતાના અદ્ભુત સ્વાદ અને મીઠાશ માટે દુનિયાભરમાં લોકપ્રિય છે. પરંતુ, શું તમે જાણો છો કે આ સ્વાદિષ્ટ ફળ કેટલીક એવી ‘સાયલન્ટ સાઇડ ઇફેક્ટ્સ’ (આડઅસરો) સાથે આવે છે. જે તમારા શરીરને મોટું નુકસાન પહોંચાડી શકે છે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, જો કેરી ખાવામાં મર્યાદા ન રાખવામાં આવે અથવા તેને ખોટી રીતે ખાવામાં આવે, તો તે સ્વાસ્થ્યને બગાડી શકે છે. ઉનાળાની ઋતુમાં બજારની રોનક વધારતી કેરીના આવા જ 6 મુખ્ય ગંભીર નુકસાન વિશે અહીં વિગતવાર જાણીએ:
1. એલર્જીનું જોખમ (Allergic Reactions)
કેરી ખાવાથી શરીરમાં એલર્જી થવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને જે લોકોને ‘લેટેક્સ એલર્જી’ (Latex Allergy) હોય અથવા જેઓ સિન્થેટિક મટિરિયલ પ્રત્યે સંવેદનશીલ હોય, તેમને કેરી વધુ નુકસાન કરે છે. વાસ્તવમાં, કેરીમાં રહેલું પ્રોટીન લેટેક્સ જેવું જ હોય છે, જે શરીરમાં પ્રવેશીને ત્વચા પર ખંજવાળ, લાલાશ અથવા ચકામા લાવી શકે છે.
2. બ્ડ શુગરમાં અચાનક વધારો (High Blood Sugar)
કેરી કુદરતી રીતે ખૂબ જ મીઠી હોય છે અને તેમાં નેચરલ શુગર (Fructose) નું પ્રમાણ ઘણું વધારે હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ ચેતવણી આપે છે કે ડાયાબિટીસ અથવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી પીડાતા દર્દીઓ માટે આ નેચરલ શુગર પણ સામાન્ય ખાંડની જેમ જ કામ કરે છે. તેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી સ્પાઈક થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેના પોર્શન સાઇઝ (પ્રમાણ) પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
3. પાચનની સમસ્યા અને ઓછું ફાઈબર (Low Fiber Varieties)
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ફળોમાં ફાઈબર વધુ હોય છે, પરંતુ કેરીની કેટલીક જાતો એવી પણ હોય છે જેમાં ફાઈબરનું પ્રમાણ તેના ગોટલા અને છાલ કરતાં પણ ઓછું હોય છે (જે ભાગ આપણે ખાતા નથી). આવી ઓછી ફાઈબરવાળી કેરી આપણી પાચનક્રિયાને મદદ કરવાને બદલે તેને ધીમી પાડે છે. આથી, હંમેશા ફાઈબરથી ભરપૂર અને કુદરતી રીતે પાકેલી કેરી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.
4. ઝડપથી વજન વધવું (Weight Gain)
જો તમે વેઇટ લોસ જર્ની પર હોવ, તો કેરી ખાવામાં કંટ્રોલ રાખવો જરૂરી છે. અન્ય ફળોની સરખામણીમાં કેરીમાં કેલરી અને શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જ્યારે ફાઈબર ઓછું હોઈ શકે છે. જો તમે દિવસમાં વધુ પડતી કેરી ખાશો.તો શરીરમાં વધારાની કેલરી જમા થશે અને તમારું વજન ઝડપથી વધી શકે છે.
5. પેટની ગરબડ અને IBS (Gastrointestinal Distress)
કેરીનું અતિશય સેવન જીઆઈ ડિસ્ટ્રેસ (પેટ અને આંતરડાની ગરબડ) પેદા કરી શકે છે. કેરીમાં ચોક્કસ પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે IBS (ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ) એટલે કે નબળા પાચનતંત્ર વાળા લોકોને તરત જ ટ્રિગર કરે છે. આના કારણે પેટમાં ગેસ, ચૂંક આવવી, અપચો કે ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.
6. એનાફિલેક્ટિક શૉક (Anaphylactic Shock – ગંભીર સ્થિતિ)
આ કેરીની સૌથી ખતરનાક અને ગંભીર સાઇડ ઇફેક્ટ છે. કેટલાક લોકોને કેરી ખાધા પછી એનાફિલેક્ટિક શૉક આવી શકે છે. જે એક અત્યંત ઘાતક એલર્જિક રિએક્શન છે. આ સ્થિતિમાં ઉબકા, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, બ્લડ પ્રેશર ઘટી જવું અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. જો સમયસર આની સારવાર ન મળે, તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.
આરોગ્ય સંજીવની (Expert Tip): કેરી ખાવાના નુકસાન તેના અતિરેકના કારણે થાય છે. જો તમે દિવસમાં ૧ નાની કે મધ્યમ કદની કેરી ખાઓ છો, તો તે અમૃત સમાન છે.પરંતુ ‘અતિ સર્વત્ર વર્જયેત’ એ નિયમ અહીં પણ લાગુ પડે છે
- Advertisement -
- Advertisement -