39 C
Ahmedabad
Thursday, May 14, 2026

દૃઢ સંકલ્પ, સતત પરિશ્રમ અને ઉત્તમ માર્ગદર્શનનું તેજસ્વી પ્રતિબિંબ:DPS ગાંધીનગરના વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષામાં સર્જ્યો ગૌરવપૂર્ણ ઇતિહાસ


દિલ્હી પબ્લિક સ્કુલ, ગાંધીનગરનાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષા 2025–26 માં શાનદાર પરિણામો પ્રાપ્ત કરીને શાળાનું નામ ગૌરવપૂર્વક ઉજ્જ્વળ બનાવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહોમાં કુલ 138 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, સમર્પણ અને સતત પ્રયત્નોથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

વિશેષમાં કુલ 13 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ટોચના વિદ્યાર્થીઓમાં વાણિજ્ય પ્રવાહની પ્રાચી જીતેન શાહે 97.2% મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં ઉદય ચૌહાણને 96.8% અને સામાન્ય પ્રવાહમાં ઝીલ રાઠોડે 94.4% પ્રાપ્ત કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ઉપરાંત, વાણિજ્ય પ્રવાહમાં દર્શિલ કેવલાણીએ 94.2% અને દક્ષિતા અગ્રવાલે 94% પ્રાપ્ત કરીને ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે.

વિદ્યાર્થીઓની આ અવિસ્મરણીય સફળતા તેમના અથાગ પરિશ્રમ, વાલીઓના સતત સહકાર અને શિક્ષકવૃંદના સમર્પિત માર્ગદર્શનનું પરિણામ છે. શાળાના આચાર્ય શ્રી અંજુ સિંઘ તથા સમગ્ર શાળાનાં પરિવારે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સતત પ્રગતિની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -