34 C
Ahmedabad
Monday, April 27, 2026

બંગાળમાં ચૂંટણી વચ્ચે સનસનાટી: ભાંગરમાં TMC કાર્યકર્તાના ઘરેથી 100 દેશી બોમ્બ જપ્ત, NIA તપાસ કરશે


પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો પકડાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક કાર્યકર્તાના રહેણાંક મકાનમાંથી પોલીસે 100 જેટલા જીવતા દેશી બોમ્બ કબજે કરતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

ગુપ્ત માહિતીના આધારે મધરાત્રે દરોડા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે ભાંગરમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે.જેના આધારે પોલીસે રવિવારે રફીકુલ ઈસ્લામ નામના વ્યક્તિના ઘરે ઓચિંતો દરોડો પાડ્યો હતો.સર્ચ ઓપરેશન દરમિયાન ઘરના ખૂણેખૂણેથી બોમ્બ ભરેલી બેગ મળી આવી હતી. આરોપી રફીકુલ કથિત રીતે શાસક પક્ષ TMC સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી પંચનું કડક વલણ: “અધિકારીઓ સામે થશે કાર્યવાહી”

ચૂંટણીના માહોલમાં હિંસા રોકવા માટે ચૂંટણી પંચે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. પંચના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે:

  • ઝીરો ટોલરન્સ: કોલકાતા પોલીસ કમિશનરથી લઈને છેક સ્થાનિક પોલીસ સ્ટેશન (IC/OC) સુધીના તમામ અધિકારીઓને કડક ચેતવણી અપાઈ છે.

  • જવાબદારી નક્કી થશે: જો કોઈ પણ વિસ્તારમાં વિસ્ફોટકો મળશે અથવા મતદારોને ધમકાવવાના કિસ્સા બનશે, તો જે-તે વિસ્તારના પોલીસ અધિકારીને સીધા જવાબદાર ગણી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે.

  • સુરક્ષામાં વધારો: સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

તપાસની લગામ હવે NIA ના હાથમાં

ચૂંટણી પંચે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે બોમ્બ બનાવવાની અને સંગ્રહ કરવાની આવી ઘટનાઓની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા કરવામાં આવશે. રાજ્ય પોલીસને આ પ્રકારના ‘બોમ્બ મેકર્સ’ ને પકડવા માટે વિશેષ સર્ચ ઓપરેશન ચલાવવાનો આદેશ અપાયો છે.

ચૂંટણી અપડેટ: પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. હવે 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાશે, જ્યારે તમામ બેઠકોનું પરિણામ 4 મે 2026 ના રોજ જાહેર થશે. હાલ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -